અકસ્માત:હિંમતપુર નજીક બે બાઇક ટકરાતાં ચાલક ઇજાગ્રસ્ત

ઇડર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લીખીનો શખ્સ નોકરીથી ઘરે જતો હતો

ઇડરના હિંમતપુર બસ સ્ટેશન પાસે બે બાઇક ટકરાતાં લીખી ગામનો શખ્સ ઘાયલ થતાં સારવાર અર્થે હિંમતનગર દાખલ કરી ઘાયલના ભાઇએ બાઇકચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાસ્થળે ટોળા ઉમટી પડ્યા હતા.

ઇડરના હિંમતપુર બસ સ્ટેશન પાસે લીખીના રાજેન્દ્રસિંહ કંપનીમાં નોકરીથી પોતાના ઘરે સાંજે બાઈક નં. જી.જે-09-ડી.બી-0006 લઈ જતા હતા. ત્યારે હિંમતનગર બાજુથી આવી રહેલ બાઈક નં. જી.જે-09-એ.પી-7937 ના ચાલકે રાજેન્દ્રસિંહની બાઈકને પાછળથી ટક્કર મારતાં રાજેન્દ્રસિંહ રોડ ઉપર પટકાયા હતા.

અને માથાનાભાગે અને પગે ઈજાઓ થઇ હતી. રાજેન્દ્રસિંહને હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. આ અંગે રાજેન્દ્રસિંહના ભાઈ ભરતસિંહે બાઈક નં. જી.જે-09-એ.પી-7937 ના ચાલક વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાથી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...