તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:ઇડર તાલુકા સહિત સાબરકાંઠાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા માગણી

ઇડર , તાજપુરકૂઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજમાં આવેદનપત્ર અપાયું હતું. - Divya Bhaskar
પ્રાંતિજમાં આવેદનપત્ર અપાયું હતું.
  • સાબરકાંઠા ગૌ સેવા સંઘે ઇડર અને પ્રાંતિજમાં આવેદન આપ્યું

ઇડર તાલુકામાં આ વર્ષે વરસાદ નહિવત પ્રમાણમાં પડતાં ઇડર તાલુકાના ખેડૂતો તેમજ પશુપાલનનો વ્યવસાય કરતાં લોકો માટે કપરી પરિસ્થિતિ ઉભી થઇ છે. ઇડર તાલુકામાં આવેલ 9 ગૌશાળાઓમાં પશુઓ માટે પૂરતા પ્રમાણમાં ઘાસ નથી. ત્યારે આ વર્ષે ગૌશાળા અને પાંજરાપોળ જેવી સંસ્થાઓ આર્થિક રીતે ભીંસમાં આવી ગઈ છે.

પશુધન બચાવવા સરકાર દ્વારા દુષ્કાળ જાહેર કરીને પાંજરાપોળ અને ગૌશાળાની વ્હારે આવે તે માટે સાબરકાંઠા ગૌ સેવા સંઘના અધ્યક્ષ મહંત સુનિલદાસજી મહારાજ, ઉપાધ્યક્ષ રાજુભાઈ પટેલ, મંત્રી અલ્પેશભાઈ રઘજીભાઈ પટેલે ઇડર મામલતદારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ઇડર મામલતદારને આવેદન આપ્યું હતું.

સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદ ઓછો પડતાં હાલ દુષ્કાળ જેવી પરિસ્થિતિઓનુ નિર્માણ થતાં ગૌશાળાઓ, પાંજરાપોળોમાં પશુઓને ઘાસચાળો મળી રહે તેવી વ્યવસ્થા કરવા અને સાબરકાંઠા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે પ્રાંતિજ મામલતદાર એચ.પી.ભગોરાને સાબરકાંઠા જિલ્લા ગૌસેવા સંઘ દ્વારા આવેદનપત્ર અપાયું હતું. સા.કાં. જિલ્લા ગૌસેવાસંધના અધ્યક્ષ મહંત સુનિલદાસજી મહારાજ, ઉપાધ્યક્ષ રાજુરામી, રાજુભાઇ શાહ, ધનશ્યામભાઇ ભાવસાર હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...