ગુજરાત રાજ્ય નિવૃત્તિ કર્મચારી સખાવતી મંડળ વડોદરા તરફથી નિવૃત્ત કર્મચારીઓ પેન્શનરોની માંગણીઓને લઈ 7 ડિસેમ્બર 2021 દરેક કલેક્ટરને આવેદન આપ્યુ હતું. જેનો કોઈ ઉકેલ ન આવતા 18 એપ્રિલ 2022 ના રોજ મુખ્યમંત્રી સુધી પહોંચાડવા દરેક તાલુકા મા આવેદન અપાયા હતા.
જેમાં 2004 થી આવેલ નવી પેન્શન યોજના બંધ કરી જૂનીપેન્શન યોજના ચાલુ કરવા, વન રેન્ક પેન્શન સ્કીમ, કેન્દ્ર ધોરણે મોંઘવારી ભથ્થુ સમયસર આપવા વગેરે બાબતે 18 માંગણીઓ લેખિતમાં આપી હતી અને 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા 18 પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો પેન્શનરોએ ના છૂટકે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરાશે. ઇડર મામલતદાર કચેરીએ આવેદન આપવા ઇડર તાલુકાની પ્રા.શિ.શરાફી મંડળી ના પ્રમુખ ચતુરસિંહ ચૌહાણ, મંત્રી ભોળાભારથી ગોસ્વામી અને નિવૃત્ત કર્મચારીઓએ આવેદન આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.