માંગ:ઇડરના માનગઢ પંથકમાં દિવેલાના પાકમાં ઘોડિયા ઈયળના ઉપદ્ધવથી પાકને નુકસાન

ઉમેદગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકાર દ્વારા સર્વે કરાવી રાહત પેકેજ ખેડૂતોને આપવા માંગ

ઇડર તાલુકાના પશ્ચિમ પટ્ટામાં આવેલ માનગઢ પંથકમાં ખેડૂતોના રોકડીયા પાક સમાન દિવેલામાં ઘોડિયા નામની ઈયળોના ઉપદ્રવથી ખેડૂતોની આર્થિક કમર ભાગી નાંખી છે. માનગઢ સહિત, હરીપુરા , બૂઢેલી, મસાલ, બોલુન્દ્રા, ઉમેદગઢ સહીતના તમામ વિસ્તારમાં ઘોડિયા ઈયળે પાકનો દાટ વાળ્યો છે ત્યારે સરકાર દ્વારા સર્વે કરાવી રાહત પેકેજ ખેડુતોને આપવા માંગ ઉઠી છે. આ અંગે પંથકના ખેડૂતો હિંમતસિંહ પરમાર, શિવાજી પરમાર, વિક્રમસિંહ ચાવડા, વસંતભાઈ પટેલે જણાવ્યું કે સમગ્ર વિસ્તારમાં ખેડૂતોએ દિવેલાનું વાવેતર કરી તેની ઉપજમાંથી ઘરખર્ચ, ધિરાણ કે અન્ય ખર્ચ મેળવી લેવાનું ધાર્યું હતું.

પરંતુ ઘોડિયા ઈયળનો ઉપદ્ધવ વધતાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. આ અંગે ખેતીવાડી વિભાગને જાણ કરતાં કર્મચારીઓએ જંતુનાશક દવાનો છંટકાવ કરવાની સલાહ આપી હતી. નોંધનીય છે કે છોડની ઊંચાઈ વધુ હોવાથી દવા છાંટનારના આખા શરીરે ઈયળ વળગે છે જેનાથી બચવા માત્ર આંખ ખૂલી રાખી શકાય તેવી પીપીઈ કીટ કે કપડાં પહેરી દવાનો છંટકાવ કરાય છે.

અન્ય સમાચારો પણ છે...