હિંમતનગરના હાજીપુરા ગામના જનકભાઈ જગનાથ બારોટ તારીખ 3 મેના રોજ અમદાવાદથી કાલિન્દી બસ લઈને અમદાવાદથી નીકળ્યા હતા. ઇડરના ગંભીરપુરા ગામ નજીક રોંગ સાઈડમાં મહિન્દ્રા કંપનીના પીકપ ડાલા નંબર જી.જે -02-ઝેડ-ઝેડ-1472ના ચાલકે ઇડરથી ગંભીરપુરા બાજુ જતી બસ નંબર જી.જે-18-ઝેડ-6471ને પાછળથી ટક્કર મારતા બસમાં બેઠેલા પેસેન્જર લાસીદેવી ચીનારામને ડાબા પગે ઈઝાઓ થઈ હતી. ઘટનાને પગલે પીકપ ડાલાનો ચાલક ફરાર થઈ ગયો હતો. લાસીદેવીને ઇડર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે હિંમતનગર લઈ જવાયા હતા. એસ ટી ચાલક જનકભાઈએ ઇડર પોલીસ સ્ટેશનમાં ડાલા ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.