તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:ઈડર પાલિકાએ હુમલા મામલે કાર્યવાહી નહીં કરતાં સફાઇ કર્મીઓ ટોળા ઉમટ્યા

ઇડર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બંને પક્ષના આગેવાનોને બોલાવી ફરી આવી ઘટના નહીં બનેની બાહેંધરી સાથે સમાધાન

ગત શનિવારે ઇડરના કસ્બા વિસ્તારમાં સફાઈકર્મી અને ટ્રેક્ટર ચાલકને કેટલાક શખ્સોએ માર મારતા પાલિકાને જાણ કરવા છતાં કોઇ ઠોસ કાર્યવાહી ન થતા સોમવારે પાલિકામાં ટોળા ઉમટ્યા બાદ બંને સમાજના આગેવાનોને બોલાવી ફરીથી આવી ઘટના નહીં બનેની બાહેંધરી સાથે સમાધાન સાધ્યું હતું.

મળતી વિગત અનુસાર ગત શનિવારે ઇડર પાલિકાના સફાઇ કર્મીઓ કસ્બા વિસ્તારમાં સફાઈ કરી રહ્યા હતા ત્યારે સામાન્ય બોલાચાલી થતા કેટલાક શખ્સોએ સફાઈકર્મી અને ટ્રેક્ટર ચાલકને માર મારતા મામલો પાલિકામાં પહોંચ્યો હતો અને હુમલાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરાઈ હતી પરંતુ સોમવાર સુધી કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં ભારે રોષ પેદા થયો હતો અને સોમવારે સફાઇ કર્મીઓ પાલિકામાં ઉમટ્યા હતા. જેને પગલે પાલિકા પ્રમુખ જયસિંહ તંવર, ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, આરોગ્ય ચેરમેન દિનેશભાઇ પરમારે બંને પક્ષના અગ્રણીઓ સફાઈકર્મી યુનિયનના મનોજભાઇને બોલાવી બેઠક કરાવી હતી અને ફરીવાર આવો બનાવ ન બને તેની બાહેધરી સાથે સમાધાન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો