કાર્યવાહી:ઇડરના સિયાસણ ગામમાં પાલતું શ્વાનની હત્યા કરતાં 4 સામે ગુનો

ઇડર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્વાનને મારી નાખી અને તેની દફનવિધિ પણ કરી નાખી

ઇડરના સિયાસણમાં પાલતું શ્વાનને 4 જણાંએ મારી નાખતાં ઇડર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ઇડરના સિયાસણના પ્રકાશભાઇ રૂપાભાઈ પારગીએ7 વર્ષ પહેલા કાળુ નામથી એક કૂતરો પાળ્યો હતો. તા. 27 ઓગસ્ટે પ્રકાશભાઇ પોતાના ઘરે હતા ત્યારે પ્રકાશભાઇ ના ભાઇ જયંતીભાઈ રૂપાભાઇએ ટેલિફોન થી જાણ કરીને કહ્યું કે 26 ઓગસ્ટે સાંજના સાત વાગે ખેતરમાં ગાયો માટે ચારો લેવા ગયા ત્યારે સિયાસણના 4 જણાં ચૌહાણ પરમવીરસિંહ વિજયસિંહ, બળેવિયા બાબુભાઇ કોદરભાઈ, લલ્લુભાઇ પટેલ ખાધોલ સિયાસણ સીમમાં ખેતરની બાજુમાં રોડ સાઈડ કંઈક મૂકી ગયા હતા. ત્યારે મોબાઈલની લાઈટથી જોતાં ડ્રીપની નળીથી મૃત્ત હાલતમાં કૂતરો ફેંકી જતા રહ્યા હતા.

પ્રકાશભાઇએ વિજયસિંહને કહ્યું કે તમારા દીકરા પરમવીર સિંહે અમારા કૂતરાંને ક્યાં કારણોસર માર્યો તે પૂછતાં અમે તમારો કૂતરો નથી માર્યો તેમ કાઢી મૂક્યા હતો. કૂતરો જે જગ્યા મારી નાખી દીધો હતો તે જગ્યાએ તેની દફનાવી અંતિમવિધિ કરી હતી. ઇડર પોલીસમાં ચાર સામે ફરિયાદ નોંધાઈ છે. ઇડર પોલીસ સ્ટેશનના મહેશભાઈએ જણાવ્યું કે સિયાસણ ગામમાં બનેલ બનાવ અંગે પશુઓ પ્રત્યે ક્રૂરતા અટકાવવાનો અધિનિયમ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ છે.

આમની સામે ફરિયાદ
પરમવીર સિંહ વિજયસિંહ ચૌહાણ, બળેવિયા બાબુભાઈ કોદરભાઈ, અનિલભાઈ બાબુભાઈ બળેવીયા, વિજયભાઈ હક્ષીભાઈ બળેવીયા, તમામ રહે. સિયાસણ તા.ઈડર

અન્ય સમાચારો પણ છે...