તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં નામ ખુલતાં ઇડર મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર ઘરને તાળું મારી ફરાર થયો

ઇડર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓપરેટરને છૂટો કરવા એજન્સીને સૂચના અપાઇ

ઇડર મામલતદાર કચેરીમાં પુરવઠા વિભાગમાં પાલનપુરની શિવ સિક્યુરિટી સર્વિસ એન્ડ કન્સલ્ટન્સી દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર તરીકે સૈયદ મોઈનખાન મોહસીનખાન ફરજ બજાવતો હતો. રાજ્ય વ્યાપી સરકારી અનાજના કૌભાંડમાં તેનું નામ બહાર આવતાં શુક્રવારે ઇડરમાં આવેલ મકાનને તાળું મારી ફરાર થઈ ગયો છે. ઇડર મામલતદાર એચ.બી. કોદરવીએ જણાવ્યું કે કચેરી ખાતે સૈયદ નામનો શખ્સ શિવ સિક્યુરિટી સર્વિસ એન્ડ કન્સલન્ટન્સી દ્વારા ત્રણ વર્ષ થી ફરજ બજાવતો હતો.

સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં સૈયદ સામે ફરિયાદ નોંધાતા અમે એજન્સી ને લેખિતમાં જાણ કરી ને છૂટા કરવા જણાવીને બીજા ઓપરેટરની માંગ કરી છે. ઇડર પુરવઠા અધિકારી ધનપાલસિંહ રહેવરે જણાવ્યું કે વર્તમાન પત્રોમાં આવ્યા બાદ ખબર પડી છે. શુક્રવાર સાંજે સામાજિક કામે જવું તેમ કહી જતા રહ્યા બાદ કોઈ ફોન આવ્યો નથી અને ફોન સ્વીચ ઓફ આવે છે.

અન્ય સમાચારો પણ છે...