તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ઇડરના મણિયોરમાં જાતિવિષયક અપમાનિત કરી માર મારતા ફરિયાદ

ઇડર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • ઇડર પોલીસે 5 સખ્સો વિરુધ્ધ એટ્રોસીટી અન્વયે ગુનો નોંધ્યો

ઇડર તાલુકાના મણિયોરમાં ગામના વીરચંદભાઈ પશાભાઇ પરમાર ઘરની બાજુમાં આવેલ ગામતળની ખૂલ્લી જગ્યાનો ભોગવટો કરતા હોવાથી તે જગ્યામાં તેમના દિકરાના નામે પ્લોટ મેળવવા પંચાયતમાં માંગણી કરી હતી પરંતુ ગામના ભિખાજી કડવાજી ઠાકોરે પંચાયતને જાણ કર્યા વગર ગામતળની ખૂલ્લી જગ્યામા ઢોર બાંધવાનું કાચું ઢાળીયું બાંધી દેતા વીરચંદભાઈએ પંચાયતમાં દબાણ દૂર કરવાની અરજી આપી હતી જેથી મણિયોર સરપંચે ગામતળની ખૂલ્લી જગ્યામાંથી બંનેને દબાણ દૂર કરવા અને દબાણ દૂર થશે તો પ્લોટની ફાળવણી થશે તેમ જણાવતા વીરચંદભાઇએ દબાણ દૂર કર્યું હતુ પરંતુ ભિખાજીએ દબાણ દૂર કર્યું ન હતું અને ભિખાજીએ અદાવત રાખી 14 ફેબ્રુઆરીના રોજ અચાનક આવીને વિરચંદભાઈને જાતિ વિષયક અપમાનિત કરી અપશબ્દો કહી અહીંયા ક્યાં ઈટો નાંખે છે કહી એકદમ ઉશ્કેરાઈ ગયા હતા દરમ્યાન તેમના બે દીકરા અરવિંદજી અને વિનોદજી અને તેમની પત્નીઓ આવી ગઈ હતી અને આને ખતમ કરી નાખો કહી બંને ભાઈઓ અને તેમની પત્નીઓએ વીરચંદભાઈ અને તેમની પત્નીને માર માર્યો હતો.વીરચંદભાઇએ પાંચેય જણા વિરુધ્ધ ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસીટી સહિતનો ગુનો નોંધાવ્યો હતો.

આમની સામે ફરિયાદ
ભીખાજી કડવાજી ઠાકરડા,અરવિંદજી ઉર્ફે જીવાજી ભીખાજી ઠાકરડા, વિનોદજી ભીખાજી ઠાકરડા, પ્રેમિલાબેન અરવિંદજી ઉર્ફે જવાજી ઠાકરડા અને વિનોદજીના પત્ની

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો