તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ઇડરના ભજપુરાની પરિણીતાને ત્રાસ આપી તરછોડતાં ફરિયાદ

ઇડર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝઘડા થતાં મહિલાએ નર્સમાંથી રાજીનામું આપી દીધું હતું

ઇડરના ભજપુરાની પરિણીતાને પતિએ ઘર કંકાસ કરી સસરાના અસ્થિવિર્સજન કરી પરત આવી પિયરમાં તરછોડતાં ઇડર પોલીસમાં પતિ, સાસુ, સસરા સામે ફરિયાદ નોંધાઇ છે. વૈશાલીબેન રમેશચન્દ્ર વર્માના લગ્ન ભજપુરાના અંકુશદેવ રમેશભાઇ સુતરિયા સાથે થયા હતા અને તેમના સસરા તલોદના મહિયલમાં શિક્ષક તરીકે નોકરી કરતાં હોઇ પરિવાર સાથે હિંમતનગર પૃથ્વીનગર સોસા.માં રહેતા હતા. વૈશાલીબેન અગાઉ શામળાજીમાં નર્સ તરીકે નોકરી કરતા હતા.

પરંતુ પતિ સાથે થયેલ ઝઘડાને કારણે તેમને નોકરીમાંથી રાજીનામું આપી દીધુ હતું અને હિંમતનગર રહેવા આવી ગયા હતા. ત્યારબાદ પણ સસરા રમેશભાઇ, સાસુ રીટાબેન અને પતિ અંકુશદેવ સાથે નાની નાની બાબતોમાં ઘર કંકાસ થતો હતો. તા. 03-06-19 ના રોજ વૈશાલીબેનના પિતાનું અવસાન થતા અને તા.16-11-19 ના રોજ દેવ દિવાળીના દિવસે શામળાજીમાં અસ્થિવિર્સજન કરવા જવાનુ હોવાથી બંને પતિ -પત્ની ગયા હતા.

પરંતુ રસ્તામાં ઝઘડો થયો હતો અને અંકુશે વૈશાલીબેનને માર માર્યો હતો ત્યારબાદ પરત ઇડર આવી પિયરમાં તરછોડી જતાં રહેતા અને અવાર નવાર સમાધાન કરવાના પ્રયત્નો કરવા છતાં તેડવા ન આવી તારે સંતાન થતું નથી તેવા સાસુ, સસરા અને પતિએ મ્હેણા ટોણાં મારતાં વૈશાલીબેને ઇડર પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...