તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:મોટા કોટડામાં સેવા સહકારી મંડળીના પૂર્વ ચેરમેન અને હાલના સરપંચ સામે ઉચાપતની ફરિયાદ

ઇડર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જીતાભાઈ લાલજીભાઈ પટેલે મંડળી માટે જમીન ખરીદવા 51 હજારનો ચેક મંડળીના સભ્યો કે સેક્રેટરી મજૂરી કે ઠરાવ કર્યો વગર જમીલ માલિકના ખાતામાં જમા કરાવ્યો હતો

ઇડર તાલુકાના મોટાકોટડા ગામની સેવા સહકારી મંડળીના પૂર્વ ચેરમેન જીતાભાઈ લાલજીભાઈ પટેલે મોટા કોટડા સેવા સહકારી મંડળી માટે જમીન ખરીદી કરવા માટે 51 હજારનો ચેક સેવા સહકારી મંડળીના સભ્યો કે સેક્રેટરી મજૂરી કે ઠરાવ કર્યો વગર ઇડર તાલુકાના પોશીના ગામના પ્રફુલભાઈ ડાયાભાઈ શાહના બેન્ક એકાઉન્ટ ખાતામાં જમા કરાવી દીધો હતો.

મોટા કોટડા ગામની સેવા સહકારી મંડળીની જમીનની ખરીદી થઈ ન હતી. જેથી સેવા સહકારી મંડળીએ પૂર્વ ચેરમેન અને હાલના સરપંચ જીતાભાઈ લાલજીભાઈ પટેલ સામે 51 હજાર રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

મોટાકોટડા સેવા સહકારી મંડળીના સેક્રેટરી કમલેશભાઇ પટેલે જણાવ્યું હતું કે સેવા મંડળીમાં છેલ્લા 9 વર્ષથી ફરજ બજાવું છું. 1-4-2018 થી 31-3-2019 દરમિયાન જીતાભાઈ લાલજીભાઈ ચેરમેન તરીકે ફરજ બજાવતા હતા.ગામની અંદર એક પ્લોટની કિંમત 12.51 લાખની કિંમત કરીને કાંતિભાઈ વિરસંગભાઈની દુકાન ઉપર 12-4- 2019 ના રોજ વ્યક્તિગત રીતે સોદો કરીને મારી પાસેથી જો હુકમીથી 51 હજારનો ચેક પોશીના ગામના પ્રફુલભાઈ ડાહ્યાભાઈ શાહને આપી દીધો હતો.

જેની 6-2-2019 સેવા મંડળી વ્યવસ્થા કમિટી દ્વારા જિલ્લા રજીસ્ટારમાં અરજી કરી હતી.અરજીના ચુકાદા આવતા જિલ્લા રજીસ્ટારે ફરિયાદ કરવાનું જણાવતાં 6-3-2021ના રોજ મંડળીમાં ઠરાવ કર્યો હતો. ઉચાપતની ફરિયાદ કરવાની સત્તા ભીખાભાઈ મુળાભાઈ આપી હતી. સેવા મંડળીના વ્યવસ્થા કમિટિ સભ્ય ભીખાભાઈ મુળાભાઈ જણાવ્યું હતું કે મંડળીના પ્લોટ રાખવા માટે પોતાની રીતે નક્કી કરીને તેમજ સેક્રેટરી કે સભ્યોને પૂછા કે ઠરાવ કર્યા વગર 51 હજારનો ચેક દાદાગીરી કરીને મંડળીના સેક્રેટરી પાસેથી લઈને આપી દીધો હતો. આ પ્લોટના સોદામાં બે લાખ જેટલું કમિશન નક્કી કર્યું હોય એવી ગામમાં ચર્ચાઓ થતી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો