તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઇડરના વાંસડોલમાં પિતાના ભાગની જમીન પચાવી પાડી જાણ બહાર અન્ય શખ્સોને ખોટી સહી કરીને બાનાખત કરી જમીન વેચી મારતાં પુત્રીએ વાત કરતાં જાનથી મારી નાખવાની ધમકી આપતાં પુત્રીએ કાકા, કાકી અને પિતરાઈ ભાઈ સામે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રો મળતી માહિતી અનુસાર ઇડરના વાંસડોલના સ્વ. અવચરભાઈ અને ભાઈઓની સંયુક્ત જમીન વાંસડોલની સીમમાં આવેલ છે. અવચરભાઈના અવસાન પછી વારસદાર પત્ની અને દીકરી રાંદલબેન છે. રાંદલબેનના લગ્ન પછી જમીનનું વાવેતર કાકા કરતા હતા. થોડાક વર્ષ પહેલા રાંદલબેન અને તેમની માતાની ખોટી સહીઓ કરી ઇડરના બુઢીયાના ધનજીભાઈ મોતીભાઈ પટેલ ને બાનાખત અને સોગંદનામું કરી વેચાણ કરી હતી. તેમજ જમીનના પિયત માટે વીજ પાવર પણ વધારી દેવાયો હતો.
તેમજ પિતાની સંયુક્ત જમીનમાં વાવેતર કરવા જતા કાકા, કાકી અને કાકાના પુત્રો દ્વારા એક સમ્પ થઈ ખેંચતાણ કરી ને ગડદાપાટુનો મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ પોલીસમાં અમારી વગ છે . પોલીસને પૈસા આપીને ખરીદી લીધી છે. તારી પાસે જે કાગળો છે તે ફાડી નાખજે નહીંતર કૂવામાં નાખી દઈશું અને અકસ્માતમાં ખપાવી દઈશું અને મારી નાખવાની ધમકી આપી હતી.
આમની સામે ફરિયાદ
1. મગનભાઈ વજાભાઇ ભાંભી
2. પ્રવિણભાઈ દલાભાઈ ભાંભી
3. આશિષભાઇ મગનભાઈ ભાંભી
4. મનિષભાઈ પરાગભાઇ ભાંભી
5. દિનેશભાઇ નાથાભાઈ ભાંભી
6. કરશનભાઇ નાથાભાઈ ભાંભી
7. કમળાબેન મગનભાઈ ભાંભી
8. શાન્તાબેન દલાભાઈ ભાંભી
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.