તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ઇડરમાં આધેડ મહિલાને સાવકા પુત્રોએ પાવડાથી માર મારતા આઠ સામે ફરિયાદ

ઇડર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રોટલી કેમ નથી બનાવી કહી માર્યો, પતિ, 2 દીકરા, 4દિયર દેરાણી સામે ફરિયાદ

ઇડરના ધનેશ્વર ડુંગરી વિસ્તારમાં મહિલાને પતિ, બે પુત્રો અને સાસરિયાઓ દ્વારા ત્રાસ ગુજારતા મહિલાએ 8 સામે ફરિયાદ નોંધાવી હતી.

ધનેશ્વર ડુંગરી વિસ્તારમાં રહેતા મદીનાબેનના લગ્ન સાબુદ્દિનભાઇ લુહાર સાથે ત્રણેક વર્ષ અગાઉ થયા હતા સાબુદ્દિનભાઇના અગાઉ બે લગ્ન થયા હતા અને તેમની પહેલી પત્નીના બે પુત્રો સદ્દામ અને ઇમરાન છે અને ચારેય જણા સાથે રહેતા હતા. તા.31-03-21 ના રોજ સાંજે મદીનાબેન રસોડામાં રોટલી બનાવતા હતા ત્યારે બંને દીકરાઓએ હજુ સુધી રોટલી બનાવી નથી કહી ઝઘડો કર્યો હતો અને સાબુદ્દિનભાઇએ પણ બંને દિકરાઓનુ ઉપરાણુ લઇ બંનેને મારો મારો કહી ઉશ્કેર્યા હતા જેથી મોટા દીકરા સદ્દામે ઘરમાં મુકેલ પાવડો લઈને મદીનાબેનના જમણા હાથ પર મારી દીધો હતો અને નાના દીકરા ઇમરાને મદીના બેનના ડાબા ગાલ ઉપર હાથાનો પાયો માર્યો હતો.

ત્યારબાદ મદીનાબેન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ન જાય તે માટે મારમારી ઘરમાં પૂરી દીધા હતા. મદીનાબેન નજર ચૂકવીને હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશન ખાતે જતા રહ્યા હતા અને મહિલા પોલીસ તેમને નારી સુરક્ષા કેન્દ્રમાં લઇ ગયા હતા જ્યાં નારી સુરક્ષા કેન્દ્ર અધિકારીઓએ તેમની સિવિલમાં સારવાર કરાવીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલી આપ્યા હતા

આમની સામે ગુનો

 • મુમતાજબેન સિરાજભાઈ લુહાર
 • ઝરીનાબેન મનુભાઈ લુહાર
 • મનુભાઈ રસુલભાઈ લુહાર
 • રજીયાબેન ઈકરામભાઈ લુુહાર
 • ઈકરામભાઈ રસુલભાઈ લુહાર
 • ઇમરાન સાબુદીન લુહાર
 • સદ્દામ સાબુદીન લુહાર
 • સાબુદીન રસુલભાઇ લુહાર
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો