ઇડર તાલુકાના ભૂતિયા ગામના યુવાનને સાબરકાંઠા બેન્કમાંથી બોલું કહીને તમારા આધાર કાર્ડમાં જન્મ તારીખ લીંક નથી તેમ કહીને ઓટીપી માંગીને બેન્કના ખાતામાંથી રૂપિયા 40196 ઉપાડી લઈ ઠગાઈની ફરિયાદ ઈડર પોલીસ મથકે નોધાઈ છે. ઇડર તાલુકાના ભૂતિયા ગામના રમેશભાઈ જેશીંગભાઈ પટેલ ભૂતિયા ગામની સેવા સહકારી મંડળીમાં હતા ત્યારે 8271749531 નંબર ઉપરથી ફોન આવ્યા હતો ઠગાઈ કરનાર હિન્દી ભાષી શખ્સે રમેશભાઈને કહ્યું હતું કે સાબરકાંઠા બેન્કમાંથી બોલું તમારું આધારકાર્ડ નંબરમાં જન્મતારીખ લીંક નથી જેથી તમારા ફોનમા 8 આંકડાનો નંબર આવે તે આપો તેવી વાત કરી હતી.
ભૂતિયા ગામની સાબરકાંઠા બેન્કમાં રમેશભાઈના ખાતામાં 1,27,030 રૂપિયા હતા. પહેલી વખત ઓટીપી આપતાં રૂ.9999 ઉપાડી લીધા હતા બીજી વાર નંબર આપતાં ફરીથી રૂ.9999 ઉપાડી લીધા હતા. ત્રીજી વાર રૂ.20198 ઉપાડી લીધા હતા. એમ કુલ રૂ.40196 રમેશભાઈના સાબરકાંઠા બેન્કમાંથી આધાર કાર્ડ જન્મ તારીખ લીક કરવાનું કહીને કોઈ શખ્સએ ઓનલાઇન છેતરપિંડી કરી કરતા ઇડર પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.