ઇડર લક્ષમણપુરા ગામના વેપારીના ઇડર ભિલોડા ત્રણ રસ્તા પાસે આવેલ કોમ્પ્લેક્ષમાં આવેલ ગોડાઉનમાંથી 21 ડ્રિપના રોલ ચોરી થતા ફરિયાદ નોંધાઈ હતી. ઇડર તાલુકાના લક્ષમણપુરા ગામના બિપિનભાઈ ગિરધર ભાઈ ઇડર દામોદર એરિયામાં ઑમ એગ્રોટેક નામે પેરાગોન કંપનીની ડ્રિપ એરિકેશનની ઓફિસ આવેલ છે. જેનું ગોડાઉન ઇડર ભિલોડા રોડ ઉપર આવેલ સાબર કોમ્પ્લેક્સ ગોડાઉન 4માં આવેલ છે.
12માર્ચ 2022ના બિપીનભાઈ પટેલ અને તેમનો દીકરો હર્ષ દામોદર ઓફિસથી ઘરે જતી વખતે સાંજના 7 વાગેના સમયે ગોડાઉનમાં ગયા હતા. ત્યારે ગોડાઉન ડ્રિપની નળીઓના 80 રોલ હતા અન્ય ડ્રિપનો સમાન હતો. 13 માર્ચ 2022ની વહેલી સવારે 9 વાગેના સમયે બિપીનભાઈ અને તેમનો દીકરો હર્ષ ગોડાઉન ઉપર આવ્યા હતા. ત્યારે ગોડાઉન ના શટરનું તાળું લટકતું હતું.
ગોડાઉનમાં જઈને જોતા ડ્રિપની નળીના રોલ ગણતા 4000/-હજારની કિંમતના 21 રોલ ગાયબ હતા. જેની કુલ કિંમત 84 હજાર ડ્રિપની નળીના રોલની ચોરી હતી. ઇડર પોલીસ સ્ટેશનમાં લક્ષમણપુરા ગામના બિપિન ભાઈએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.