તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:ઇડરમાં કારના દરવાજાનો કાચ તોડી 15 હજારની મત્તાની ચોરી

ઇડર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
કારના દરવાજાનો કાચ તોડ્યો - Divya Bhaskar
કારના દરવાજાનો કાચ તોડ્યો
  • વડાલીના મઠનો પરિવાર હોટલ આગળ કાર પાર્ક કરી નાસ્તો કરવા ગયો અને ગઠિયો કળા કરી ગયો

ઇડર હાઇવે પર હોટલમાં નાસ્તો કરવા ગયેલા શખ્સની કારના પાછળના દરવાજાનો કાચ તોડી બેગમાંથી ઓરીજનલ ડોક્યુમેન્ટ, એટીએમ કાર્ડ સહિત રૂ. 15હજારની મત્તાની ચોરી કરી ગઠિયો ફરાર થઇ જતાં ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

વડાલીના મઠના જગદીશભાઈ પરાગભાઈ પરમાર 1 સપ્ટેમ્બરે પત્ની હિરલબેન અને દીકરા સાથે પોતાની કાર નં. જી.જે-09-બી.જી-5783 લઈ ઇડર આવ્યા હતા. બજારનું કામ પૂર્ણ કરી ને ઇડર હિંમતનગર હાઇવે પર આવેલ સિટીલાઈટ હોટલમાં નાસ્તો કરવા પાર્ક કરી ગયા હતા. નાસ્તો કરી પરત આવતાં કાર પાછળ દરવાજાનો કાચ તૂટી ગયેલો જણાતાં પાછળની સીટમાં બેગમાં મૂકેલા ઓરીજનલ ડોક્યુમેન્ટ, પેઢી એકાઉન્ટની ચેક બુકો, એટીમ કાર્ડ, બાઈકની આરસી બુક, લેડીઝ પર્સ સહિત રૂ.15000ની ગઠિયો ચોરી કરી ફરાર થયો હતો.

અન્ય સમાચારો પણ છે...