આવેદન:ઇડર શહેરમાં ભાજપના કાર્યકરોએ જાહેરનામાનો ભંગ કરતાં આવેદન

ઇડર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના કાર્યકરોએ ભેગા થઇ સોનિયા અને રાહુલ ગાંધીનું પૂતળું બાળતાં ગુનો નોંધવા કોંગ્રેસની માંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબના પ્રવાસે ગયા હતા. તે પહેલા ભારે વિરોધ પ્રદર્શન કરી ખેડૂતોએ પીએમનો કાફલો રોક્યો હતો. જેના વિરોધમાં ભાજપ કાર્યકરો પૂતળા દહન કાર્યક્રમ કર્યો હતો. ભાજપ કાર્યકરોએ માસ્ક પહેર્યા વગર સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરાં ઉડાડી ઇડર એપોલો ત્રણ રસ્તા પાસે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પૂતળાનું દહન કર્યુ હતું.

સાબરકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો સરેઆમ ઉલ્લંઘન કરતા કોંગ્રેસના રામભાઈ સોલંકી, રાજેન્દ્રસિંહ કુંપાવત, જગદીશ સોની વગેરેએ ઇડર પોલીસ અને પ્રાંત અધિકારીને લેખિતમાં ફોટોગ્રાફ આપી ઇડર ભાજપના કાર્યકરો સામે 144 કલમ હેઠળ કાયદા ના ભંગમાં 188 મુજબ ગુનો નોંધવા રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...