તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ગંભીરપુરા પાસે ઇકોની ટક્કરે બાઇકચાલક અને બે મહિલા ઘાયલ

ઇડર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

ઇડર-લીંભોઈ રોડ પાસે ઇકો ચાલકે બાઈકને ટક્કર મારતાં બાઈકચાલક, સવાર બે મહિલા ઘાયલ થઇ હતી. તમામને સારવાર અર્થે ઇડરની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અકસ્માતમાં ત્રણ વર્ષના બાળકને કોઇ ઇજા થઇ ન હતી. ઓડાના વિક્રમજી જગતસિંહ પોતાની બાઇક નં.જીજે ૦૯ સીયુ ૧૬૫૮ પર વિક્રમસિંહની પત્ની લક્ષ્મીબેન અને તેમના સાસુ ગીતાબેનને લઇ ભિલોડાના બોલુન્દ્રામાં કામ જઈને આવતા હતા. ગંભીરપુરા પાસે ઇકો ચાલકે બાઈકને ટક્કર મારતાં વિક્રમસિંહને સામાન્ય ઇજા થઇ હતી. ગીતાબેન હીરાભાઈ ઠાકરડા (45) ગામ બરવાવ અને લક્ષ્મીબેન વિક્રમજી સોલંકી (24) ને પગે ગંભીર ઇજા થતાં 108 મારફતે ઇડર સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો