તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ઈડરના દેશોતરમાં સસ્તા અનાજની દુકાનના લાભાર્થીઓને પૂરતુ અનાજ ન મળતાની રાવ

ઇડરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામના લાભાર્થીઓની મામલતદારને લેખિતમાં રજૂઆત કાર્યવાહી કરવા માંગ

ઇડર તાલુકાના દેશોતર ગામની સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા લાભાર્થીઓને સમયસર અને પૂરતુ અનાજ ન મળતા મામલતદારને રજૂઆત કરી હતી. દેશોતર ગામની સસ્તા અનાજની દુકાનના સંચાલક શીતલબેન પટેલ 135/2016 સખી મંડળના નામે રસ્તા અનાજની દુકાનનુ લાયસન્સ ધરાવે છે અને તેમના દ્વારા પુરતુ અને સમયસર અનાજ ન અાપતાં ગામના લાભાર્થીઓએ મામલતદારને લેખિતમાં રજૂઆત કરી હતી અને દુકાન માત્ર 3 જ દિવસ ખોલે છે, બિલ પણ અપાતું નથી,ગ્રાહકોના અગુંઠાના નિશાન વારંવાર કોમ્પ્યુટરમાંથી ગાયબ થઇ જતા ઇડર મામલતદાર ઓફિસે ગ્રાહકોને ધક્કા ખાવા પડે છે તેમજ લાભાર્થીઓને અનાજ ઓછું આપી બારોબાર વેચી દેવામાં આવે છે જેથી તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

પહેલા 22 કિલો ઘઉં મળતાં હતા
તુલસીભાઇ ઘનાભાઈ જણાવ્યુ કે મને પહેલા 22 કિલો ઘઉં મળતા હતા. હાલમાં 10 કિલો જેટલાં ઘઉં મળે છે. 11 કિલો ચોખા જગ્યાએ 3 થી 4 કિલો જ મળે છે કુપન આપતી નથી સોસાયટી દ્વારા છેતરપિંડી કરાઈ રહી છે.

અનાજ ઓછું આપે છે સ્લીપો કાઢતા નથી
ચાવડા બાબુસિંહ ગોબરસિંહે જણાવ્યું કે સસ્તા અનાજની દુકાન ચલાવતા શીતલબેન અનાજ ઓછું આપે છે સ્લીપો કાઢતા નથી અને સરકાર દ્વારા મફતમા અનાજ આપેે છે તે આ દુકાનદાર દ્વારા અપાતું નથી.

માત્ર 3 દિવસ અનાજનું વિતરણ થાય છે
વાઘેલા હરિસિંહ જુંજાર સિંહે જણાવ્યું કે સસ્તા અનાજની દુકાનમાં માત્ર ત્રણ દિવસ અનાજનું વિતરણ કરવામાં આવે છે લોકોને પૂરતું અનાજ મળતું નથી તેમજ દુકાનદાર દ્વારા અનાજ ઓછું આપવામાં આવે છે.

પહેલા 22 કિલો ઘઉં મળતાં હતા
સોલંકી પંકજભાઈ બાબુભાઇએ જણાવ્યુ કે સસ્તા અનાજની દુકાન થી અમને રાશન મળે છે પણ અનાજ 5 કિલો મળતું એમાં 4 કિલો મળે છે અગુંઠાનો પ્રોબલ રહે છે.

અન્ય સમાચારો પણ છે...