તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બાળકોને રમવાની કેમ ના પાડો છો કહી માતા અને પુત્રીને માર્યો

ઇડર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇડરના ઉમેદપુરામાં ત્રણ વિરુદ્ધ ફરિયાદ
  • દીકરીને ધોકો મારતાં પગે ફ્રેક્ચર થતાં ચકચાર

ઈડરના ઉમેદપુરામાં ઘાસમાં રમતા બાળકોને મહિલાએ જનાવર કરડશે તેમ કહેતા બાળકોને રમવાની કેમ ના પાડો છો કહી પરિવારે માતા અને પુત્રીને મારમાર્યો હતો. જેમાં દીકરીને ધોકો મારતાં પગે ફ્રેક્ચર થયું હતું. અને ત્રણેય જણાંએ ભેગા મળી બંનેને ચોટલો પકડી નીચે પાડી દેતાં ઇડર પોલીસ સ્ટેશનમાં ત્રણ જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

ઉમેદપુરામાં લીલાબેન બબાભાઈ નાઈના મકાન આગળ તા.22 ઓગસ્ટે સાંજે ઘાસમાં રમતા બાળકોને લીલાબેને જનાવર કરડશે તેમ કહેતાં સામે રહેતા રમીલાબેન ઈશ્વરભાઈ પટેલ, ડિમ્પલબેન હિતેશભાઈ આવી લીલાબેનને કહેવા લાગ્યા અમારા છોકરાને રમવા ની કેમ ના પાડો છો કહી લીલાબેન અને દીકરી દક્ષાબેનને ચોટલો પકડી પાડી દીધા હતા. હિતેષભાઇએ દક્ષાબેનને ધોકો મારતાં પગે ફ્રેક્ચર થયું હતું. ઇડર પોલીસ સ્ટેશનમાં ત્રણેય જણા વિરુદ્ધ લીલાબેનની દીકરી દક્ષાએ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...