તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમકી:ગુજરવામાં ઝાડ-કોટ દૂર કરવાનું કહી આધેડને માથામાં ધારિયું માર્યું

ઇડર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇડરના ગુજરવામાં 6 વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

ઇડરના ગુજરવાના આધેડના ઘરે આવી અમારી જગ્યામાંથી ઝાડ અને કોટ કાઢી નાખવાની ધમકી આપી માથાના ભાગે ધારિયું મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ નોધાઈ છે. ગત 12 જૂને ગુજરવામાં નારાયણભાઈ સાકાભાઈ પ્રજાપતિ અને તેમના પત્ની ઘરે હતા. ત્યારે ફળિયામાં રહેતા ઈશ્વરભાઈ જેઠાભાઇ પ્રજાપતિ અને તેમના પત્ની ઘરે આવી ને કહ્યું કે તે જે કોટ બનાવ્યો છે તે મારી જગ્યામાં છે.

ઝાડ મારી જગ્યામાં છે કહી ધારિયું માથાના ભાગે મારતાં નારાયણભાઈ પડી ગયા હતા. તેમના પત્નીએ નારાયણભાઈને લાકડીથી માર્યો હતો. ઉપરાણું લેતાં ચારેય કાકાએ કહ્યું કે મારી જમીનમાંથી કોટ અને ઝાડ કાઢી નાખજે નહીંતર મારી નાખીશુંની ધમકી આપતાં ઇડર પોલીસમાં નારાયણભાઈએ અશ્વિનભાઈ માણકાભાઈ પ્રજાપતિ, લલિતભાઈ માણકાભાઈ પ્રજાપતિ, મહેશભાઈ માણકાભાઈ પ્રજાપતિ, પ્રભુભાઈ કાળાભાઈ પ્રજાપતિ, ઇશ્વરભાઇ જેઠાભાઈ પ્રજાપતિ અને ઈશ્વરભાઈની પત્ની સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...