તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ભરણપોષણ ન ચુકવતાં ઇડરના મેસણના વતની અને આંખના તબીબની ધરપકડ

ઈડર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અઢી લાખની રકમ ન ભરતા કોર્ટે પકડ વોરંટના આધારે પકડી કોર્ટમાં હાજર કર્યો
 • ગાંધીધામના આદિપુરના રામબાગ જનરલ હોસ્પિટલમાંથી ચાલુ નોકરીએ પોલીસે ધરપકડ કરી

ઇડર તાલુકાના મેસણ ગામના વતની અને કચ્છના ગાંધીધામના આદિપુરની રામ બાગ જનરલ હોસ્પિટલમાં આઈ ટેક્નિશિયન (આંખના તબીબ)તરીકે નોકરી કરતા દિપક પટેલે પત્ની અને 6 વર્ષના બાળકનું 25 માસનું અઢી લાખ ભરણ પોષણ ન ભરતા ઇડર કોર્ટના રિકવરી કમ ધરપક વોરંટના આધારે આદિપુર પોલીસે રામબાગ જનરલ હોસ્પિટલમાંથી ચાલુ નોકરીએ ધરપકડ કરી ઇડર કોર્ડમાં હાજર કરવામાં આવ્યો .

આ અંગે કચ્છ ના ગાંધીધામ ના આદિપુર પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ ઇડર તાલુકાના મેસણ ગામના પટેલ દીપકકુમાર હેમાભાઈનું લગ્ન ચિત્રોડા ગામે 11 વર્ષ અગાઉ થયેલા અને એક પુત્રનો જન્મ થયો હતો. દિપક તેની પત્નીને મારઝૂટ કરી પિયર કાઢી મુકવા રોજેરોજ ઝગડા કરતો અન્ય જગ્યાએ લગ્ન કરી લેવા પત્નીને દબાણ કરતો અને છૂટાછેડા લેવા સાસરી પક્ષના લોકોને પણ હેરાન કરતાં પત્નીએ કંટારી 2018માં હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી.

જે કેસ ઇડર કોર્ટે ચાલી જતા કોર્ટ દ્વારા પત્નીનું અને 6 વર્ષના બાળકનું દર મહિને 10 હજારનું ભરણ પોષણ આપવાનું નક્કી કર્યું હતું જે દિપક કોર્ટના હુકમ છતાં છેલ્લા 25 મહિનાની રકમ ભરપાઇ ન કરી કોર્ટ ને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરતા ઇડર કોર્ટમાં વકીલ ભાલચંદ્ર ગઢવીની દલીલો અને રજૂઆતોના આધારે કોર્ટના જજ એસ.એન.ઘાસુરાએ ગાંધીધામના આદિપુર પોલીસ સ્ટેશનમાં દીપકકુમાર પટેલ વિરુધ્ધમાં રિકવરી અને પકડ વોરંટ મોકલતા પી.એસ.આઈ.બી.એમ.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પો.કો.મયુર ગોસ્વામીએ સ્ટાફ સાથે આદિપુરની જનરલ હોસ્પિટલમાં ચાલુ નોકરી દરમ્યાન ધરપકડ કરી ઇડર નામદાર કોર્ટમાં હાજર કરતા કોર્ટે રૂ.1 લાખની રકમ જમા કરાવી જામીન આપી બાકી ની ભરણ પોષણની રકમ આગામી 16મી માર્ચની મુદતે ભરપાઈ કરવા બાંયધરી આપતા નામદાર કોર્ટે જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો