તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ઇડરમાં સહકારીજીનના કોમ્પ્લેક્સનું બાંધકામ બંધ કરાવવા આવેદનપત્ર

ઇડર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
મંડળીના આગેવાનોએ આવેદન આપ્યું. - Divya Bhaskar
મંડળીના આગેવાનોએ આવેદન આપ્યું.
  • ઇડરની સહકારી મંડળીઓ અને સભાસદોની પ્રાંત-મામલતદારને રજૂઆત
  • જીનના મેનેજર સહિતને વિશ્વાસમાં લીધા વિના ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ

ઇડર-હિંમતનગર હાઇવે પર આવેલ સહકારી જીનના કમ્પાઉન્ડમાં સહકારી જીનના ચેરમેન અને સભ્યો દ્વારા કોમ્પ્લેક્સ બનાવાઇ રહ્યું છે. જેમાં સહકારીજીનના મેનેજર અને કારોબારીઓએ ઇડર તાલુકાની સેવા મંડળીઓને વિશ્વાસમાં લીધા વિના સહકારી જીન કમ્પાઉન્ડમાં દુકાનો બનાવી ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપો થયા હતા. સહકારીજીનની જનરલ સભાનું શનિવાર સવારે વર્ચ્યુલ ઓનલાઇન યોજાઇ હતી. જેમાં જીનના કમ્પાઉન્ડથી કોઈ અન્ય જગ્યાએ રાખતાં ઇડર સહકારી જીનમાં હોબાળો થયો હતો.

તાલુકાની સેવા મંડળીઓએ ભેગા મળીને ઇડર પ્રાંત કચેરી અને ઇડર મામલતદારને આવેદન આપ્યું હતું અને સહકારી જીનમાં બની રહેલ કોમ્પ્લેક્સનું કામ સ્થગિત કરવા રજૂઆત કરાઇ હતી.ઇડરના સહકારી જીનના ચેરમેન પ્રકાશભાઇએ જણાવ્યું કે વર્ચ્યુઅલ બેઠકમાં 45 મંડળીઓના પ્રતિનિધિ જોડાયા હતા. તમામ મંડળીઓના પ્રતિનિધિઓએ સમર્થન આપ્યું હતું.

આ બધુ રાજકીય આગેવાનોના ઇશારે થઇ રહ્યું છે જીનની પ્રગતિ થાય અને ખેડૂતનો લાભ થાય એવું રાજકીય આગેવાનો લોકો ઇચ્છતા નથી. રતનપુરના રાજુભાઈ પટેલે જણાવ્યું કે શનિવારે ઇડર તાલુકાની 51 સેવા મંડળીઓના પ્રતિનિધિઓ ઇડર સહકારી જીન કારોબારી અને સ્ટાફ અને ખાનગી જગ્યાએ વર્ચુઅલ બેઠક રાખી હતી.

જેના કારણે સહકારી જીનમાં આવેલા સભાસદો અને આગેવાનોએ મેનેજર અને કારોબારી વિના બેઠક યોજી સખ્ત વિરોધ કર્યો હતો અને મિટિંગને રદ કરી ને નવી શરતે જનરલ સભા બોલવા બાબતે પ્રાંત અધિકારી અને ઇડર મામલતદારને આવેદન આપીને રજૂઆત કરી હતી. તેમજ જ્યાં સુધી જનરલ સભા ન બોલાવાય ત્યાં સુધી સહકારી જીનમાં નવીન કોમ્પ્લેક્સનું કામ, સંપૂર્ણકામ વહીવટ સાથે બંધ કરવા રજૂઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...