તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરજી વાયરલ:ઇડરના પાંચ હાટડીયામાં કતલખાના બંધ કરવા નનામી અરજી વાયરલ

ઈડરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઇડર પાલિકાએ ધાર્મિક લાગણી દુભાવતા ગેરકાયદે કૃત્યને દૂર કરવાને બદલે નોટિસ આપી સંતોષ માન્યો

ઇડરના પાંચ હાટડીયા વિસ્તારમાં સરકારી દવાખાનાની પડતર જમીનમાં ચાલતાં કતલખાનાનો ઠરાવ રદ કરવાની નનામી અરજી વાયરલ થતાં ગેરકાયદે ચાલતા કતલખાનાનો ભાંડો ફૂટ્યો છે. પાલિકા પણ ધાર્મિક લાગણી દુભાવતા ગેરકાયદે કૃત્યને દૂર કરવાને બદલે નોટિસ આપી સંતોષ માનીને બેઠું છે.

પાંચ હાટડીયા વિસ્તારમાં જૂના સરકારી દવાખાનાની પડતર જમીનમાં કતલખાના માટે પાલિકાએ ઠરાવ મંજૂર કર્યો છે અને હિન્દુ ધર્મના 100 થી 200 મીટરના અંતરે સ્વામિનારાયણ મંદિર વેરાઈ માતા મંદિર વગેરે મંદિરો આવેલા છે જેનાથી ધાર્મિક લાગણી દુભાઈ રહી છે અને કતલખાના ચલાવનાર એક પણ વ્યક્તિ પાસે લાયસન્સ નથી.

જેની જાણ હોવા છતાં પાલિકાના સફાઇ કર્મીઓ પાસે કતલખાનાના વેસ્ટની સફાઈ કરાવાય છે કેટલાક અસામાજીક તત્વો આ માટેનો હપ્તો લે છે જેથી તાત્કાલિક ધોરણે આ કતલખાના બંધ કરાવાય તેવી નનામી અરજી વાયરલ થઈ હતી. આ અંગે ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું કે પાલિકા દ્વારા સ્લોટર હાઉસ માટે કોઈ ઠરાવ કરાયો નથી અને થોડા સમય અગાઉ નોટિસ અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો