રજૂઆત:ધોલવાણીમાં પિતા અને પુત્રને ફોરેસ્ટ કર્મીઓએ મારતાં રોષ

ઇડર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઇડરના ધોળીયાના આગેવાનોની રજૂઆત

ઇડરના ધોળીયા ગામના આગેવાનો દ્વારા ઇડર પ્રાંત અધિકારીને વિજયનગર તાલુકાના ધોલવાણીના આદિવાસી રવજીભાઈ વેલજીભાઇ પાંડોર અને તેમના પુત્ર વિશાલભાઈ પાંડોરને જંગલખાતાના કર્મચારીઓ દ્વારા ગેરકાયદે મંડળી રચી પિતા અને પુત્રને મારી નાખવાના આશયથી માથામાં મારવા જતાં વિશાલભાઈ એ આડો હાથ કરતા હાથે પાઇપ વાગતાં ટાંકા આવ્યા હતા અને માર માર્યા હતો. તેમજ જાતિવિષયક અપશબ્દો બોલી ને કહ્યું હતું કે તમે અમારી કશું બગાડી નહિ શકો તેવી ધમકી આપી હતી .જેથી ઇડર ધોળીયા રૂઢિગત ગ્રામ સભા દ્વારા પ્રાંતને આવેદનપત્ર અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...