તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:ઇડર પોલીસમાં જવાબ લખાવા જતાં બીટ જમાદારે બંને જમીન દલાલોને જેલમાં પૂરી દીધાનો આક્ષેપ

ઇડર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇડરના સાબલવાડની જમીનનો બંને દલાલોએ સોદો કરાવ્યો હતો
  • પોલીસમાં જવાબ લેવા બોલાવી આરોપીઓની જેમ વર્તન કર્યું

ઇડરના સાબલવાડના શખ્સની જમીન બે દલાલોએ વેચાવી આપતાં બંને દલાલી લેવા જતાં અપમાનિત કરી તગેડી મૂકતા બંનેએ ઇડર પોલીસમાં જાણવાજોગ આપતાં બંનેને જવાબ લખાવવા બોલાવી બીટ જમાદારે લોકઅપમાં પૂરી દેવાનો આક્ષેપ કરતાં બંને જણાએ કલેક્ટર અને પોલીસવડાને લેખિતમાં રજૂઆત કરી હતી.

સાબલવાડના રાવોલ રાજેન્દ્રસિંહ વિજયસિંહ અને રાવોલ વનરાજસિંહ વિજયસિંહ ની જમીન સાબલવાડમાં આવેલી છે. જે વડાલીના રહેડાના જીતુભાઇ વણકર તેમજ ઇડરમાં રહેતા મહાવીરભાઈ ગાંધીએ અશ્વિનભાઇ એન. જોષી સાથે રાજેન્દ્રસિંહ રાવોલની 6 એકર જમીનનો સોદો 1.17 કરોડમાં કર્યો હતો. જીતુભાઇ અને મહાવીરભાઈ 21 મે ના રોજ જમીન દલાલી લેવા જતાં રાજેન્દ્રસિંહે બંનેને અપમાનિત કરી તગેડી મુક્યા હતા. જીતુભાઇ વણકરને જાતિ વિષયક અપશબ્દો બોલતાં જીતુભાઇએ ઇડર પોલીસ સ્ટેશનમાં લેખિત જાણવાજોગ રજૂઆત કરી હતી.

જે અનુસંધાને 31 મે ના રોજ ઇડર પોલીસના બીટ જમાદાર અખિલસિંહે જવાબ લેવા બોલાવતાં બંને દલાલો જવાબ લખાવવા પોલીસ સ્ટેશન જતાં જવાબ લખવાની જગ્યાએ ફરિયાદી અને આરોપીઓની જેમ વર્તન કરી લોકઅપમાં પૂરી દેવાનો આક્ષેપ બંને દલાલોએ કર્યા હતા. બંનેએ લેખિતમાં કલેક્ટર અને જિલ્લા પોલીસને લેખિતમાં જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...