તપાસની માંગ:ઇડરના લાલપુર પંચાયતનું ગૌચરના ખોટા ઠરાવો કરી વન વિભાગને આપ્યાના આક્ષેપ

ઇડરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોહનપુરા, કુસકી,ગંભીરપુરાના લોકોએ પ્રાંતને આવેદન આપી તપાસની માંગ કરી

ઇડર તાલુકાના લાલપુર પંચાયતનું ગૌચર ખોટા ઠરાવો કરી વનવિભાગને વનીકરણ માટે આપી દેવાના આક્ષેપ સાથે ઇડર પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું.ઇડર તાલુકાના લાલપુર (બ) પંચાયતના સરપંચ અશિક્ષિત હોવાને લઇ તેમની અજ્ઞાનતાનો લાભ ઉઠાવી તેમની જાણ બહાર મોહનપુરા પંચાયતનું વિભાજન કરી દેવામાં આવ્યું છે. સરપંચના 5 વર્ષના સમય દરમિયાન તેમની જાણ બહાર તેમના લેટર પેડનો ખોટો દૂર ઉપયોગ કરી સદસ્યોની ખોટી સહીઓ કરી ગેરરીતિ આચારવામાં આવી છે તેવો આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે તેમની જાણ બહાર વનીકરણ ના નામ ઉપર ગૌચર જમીન વન વિભાગ ને આપી દેવમાં આવી છે

તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ ઉપર પણ આક્ષેપ કરવામાં આવ્યા છે આયોજનની ગ્રાન્ટ પણ બારોબાર થઈ હોય તેવો આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે જેને લઇ મોહનપુરા ગંભીરપુરા અને કુશકી ગામના લોકો એ ઇડર પ્રાંત અધિકારીને આવેદન આપી તપાસની માગ કરી હતી.લાલપુર (બ) પંચાયતના પૂર્વ સરપંચ અશોકભાઈએ જણાવ્યું કે અત્યારે વનીકરણ કરવું ખૂબ જરૂરી છે આ જમીન કોઈ વ્યક્તિને આપવામાં નથી આવી પણ વૃક્ષો વાવવા માટે ઠરાવ કરી વન વિભાગને વનીકરણ માટે આપી છે માટે આક્ષેપોમાં કોઈ તથ્ય નથી નાણાંપંચની ગ્રાન્ટ હોય કે આયોજનની ગ્રાન્ટ હોય સર્વ સંમતિથી કામ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...