તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કૂતરું આવતાં બ્રેક મારતાં ટ્રેક્ટર પર બેઠેલો યુવક નીચે પટકાતાં ટાયર ફરી વળતાં મોત

ઇડર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઇડરના નવાપાનોલ પાટિયા ગામ પાસે બે દિવસ અગાઉનો બનાવ

ઇડરના નવાપાનોલ પાટિયા પાસે રવિવાર વહેલી સવારે રસ્તામાં કૂતરું આવી જતાં તેને બચાવવા જતાં ટ્રેક્ટર પરથી યુવક પડી જતાં યુવક પર ટ્રેક્ટરનું ટાયર ફરી વળતાં અમદાવાદ સારવાર અર્થે લઇ જતાં મોત થતાં પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહતી અનુસાર માથાસુરના શૈલેષભાઈ પ્રજાપતિ રવિવારે સવારે તેમના ખેતરમાં મજૂરી કામ કરતાં જીતેન્દ્રભાઈ ઠાકોરના નામના યુવકને ટ્રેક્ટર પર બેસાડીને નજીકના નવા પાનોલમાં જમીન ખેડવા નીકળ્યા હતા દરમિયાન રોડ ઉપર કૂતરું આવતાં ટ્રેકટર ચાલક શૈલેષભાઈએ બ્રેક મારતાં બાજુ માં બેસેલા જીતેન્દ્ર ઠાકોર નીચે પટકાતાં ટ્રેક્ટરનું ટાયર જીતેન્દ્ર પર ફરી વળતાં ગંભીર રીતે ઈજાઓ થતાં પ્રથમ વડાલી પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવાતાં જીતેન્દ્રનું રસ્તામાં મોત થતાં ટ્રેક્ટર ચાલક શૈલેષભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. ઘટનાથી ગામમાં ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો