ચોરી:ઇડરમાં બીઓબીમાંથી યુવકના 34હજાર સેરવી બે ગઠિયા છૂ

ઇડરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવક બેન્ક ઓફ બરોડામાં પૈસા ભરવા માટે આવ્યો હતો નોટોની સિરિઝ લખવાનું કહી બે ગઠિયાઓ કળા કરી ગયા

ઇડરમાં બેંક ઓફ બરોડામાં રૂ.1.50 લાખ ડીપોઝિટ ભરવા આવેલ વ્યક્તિને નોટોની સિરિઝ લખવાનું કહી બે ગઠિયા રૂ.500 ની 69 નોટો સેરવી ફરાર થઇ ગયેલ બંને ગઠિયા સીસીટીવીમાં કેદ થતાં પોલીસે ફૂટેજને આધારે તપાસ હાથ ધરી હતી.

ઈડર જવાનપુરા વિસ્તારમાં આવેલ બેન્ક ઑફ બરોડામાં દેસાઈ સીડ્સ નામની દુકાનમાં નોકરી કરતાં ઠાકોર કરણભાઈ બાલાજી (રહે. નાના કોટડા) દુકાનના રૂ.1.50 લાખ ભરવા આવ્યા હતા. તે દરમિયાન બેન્કમાં ગ્રાહકોના ધસારાનો લાભ ઊઠાવી બે ગઠિયાઓ કરણભાઇ પાસે આવ્યા હતા અને બેન્કમાં નોટો જમા કરાવવા નોટોની સિરિઝ લખવી પડશે કહી રૂ.500ના બંડલમાંથી નોટો છૂટી કરાવી 69 નોટો સેરવી લઇ રૂ.34,500 લઈ ફરાર થઈ ગયા હતા. ઇડર પોલીસને જાણ કરતાં બેન્કના સી.સી.ટી.વી. અને આજુબાજુના કેમેરાની મદદ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...