તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:વજન કરાવવા ઉભેલી ટ્રક રગડતાં ચાલક રોકવા જતાં ગેટ-ટ્રક વચ્ચે ચગદાતાં મોત

ઇડર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇડર યાર્ડમાં પાટણના રાધનપુરનો યુવક ટ્રકમાં મગફળી ભરી આવ્યો હતો
  • વજન કાંટા પાસે હેન્ડ બ્રેક માર્યા વગર ગાડી ઉભી કરી પાસ લેવા ગયા હતા

ઇડર યાર્ડમાં વજન કાંટા પાસે મગફળી ભરેલી ટ્રક અચાનક રગડતાં ટ્રક ચાલક દોડી ને ટ્રક ઉભી કરવા જતાં ટ્રક અને ગેટ વચ્ચે આવી જતાં કચડાઇ જતાં ચાલકનું મોત થતાં ઇડર પોલીસે અકસ્માતે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.ઇડર યાર્ડમાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નાયતવાડના લાખાભાઈ નાથાભાઈ ઠાકોર (22) ભંવરલાલ શેઠની ટ્રાન્સપોર્ટની ગાડીઓમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો.

તા.16 જૂને લાખાભાઈ ટ્રક નં. જી.જે-02-યુ-9405માં મગફળીની બોરીઓ ભરી ઇડર યાર્ડમાં આવ્યા હતા અને યાર્ડમાં આવેલ વજન કાંટા પાસે હેન્ડ બ્રેક માર્યા વગર ગાડી ઉભી કરી ગેટ પાસ લેવા ગયા હતા. તે દરમ્યાન અચાનક મગફળી ભરેલી ગાડી રગડતાં લાખાભાઈ ડ્રાઈવર સાઈડથી ગાડી ને ઉભી કરવા માટે હેન્ડ બ્રેક મારવા દોડીને ગાડીનું સ્ટિયરીંગ પકડી ગાડીમાં બેસવા જતાં જ યાર્ડ ના ગેટ અને ટ્રક વચ્ચે ભરાતાં હાથે અને માથા ના ભાગે ગંભીર ઇજાઓ થતાં મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...