દુર્ઘટના:ઇડરના મુડેટી ગામમાં પતંગ લૂંટવાની લ્હાયમાં કિશોર કૂવામાં પટકાતાં મોત

ઇડર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇડર ફાયરની ટીમે કિશોરને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. - Divya Bhaskar
ઇડર ફાયરની ટીમે કિશોરને કૂવામાંથી બહાર કાઢ્યો હતો.
  • પતંગ લૂંટવા જતાં ગામની વચ્ચે આવેલ કૂવામાં પડી જતાં મોતને ભેટ્યો

ઇડરના મુડેટીમાં 15 વર્ષનો કિશોર પતંગ પકડવા જતાં ગામની વચ્ચે આવેલ કૂવામાં પડી જતાં ઇડર ફાયર ટીમે બહાર કાઢી સારવાર અર્થે ઇડર સિવિલમાં લઇ જવાયો હતો. જ્યાં તબીબે કિશોરને મૃત જાહેર કર્યો હતો.

મુડેટીના વણકર કમલેશભાઈનો 15 વર્ષનો દીકરો આયુષ પતંગ પકડવા જતાં ગામ વચ્ચે આવેલ કૂવામાં પડી જતાં ઇડર 108 અને ફાયર ટીમને જાણ કરતાં ઘટનાસ્થળે પહોંચી ફાયર ટીમે કૂવામાંથી આયુષને બહાર કાઢ્યો હતો. આયુષને સારવાર માટે ઇડર સિવિલમાં લઇ જવાતાં સિવિલના તબીબે આયુષને મૃત જાહેર કરતાં મૃતક બાળકના માતા-પિતાના માથે આભ ફાટ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...