તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાં ફફડાટ:ઇડરના વસાઈ અને ઝુમસરની સીમમાં દીપડો દેખાયો

ઇડર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
વસાઈ અને ઝુમસરની સીમમાં રાત્રે લટાર મારતો દીપડો કેમેરામાં કેદ થયો. - Divya Bhaskar
વસાઈ અને ઝુમસરની સીમમાં રાત્રે લટાર મારતો દીપડો કેમેરામાં કેદ થયો.
  • દીપડાને પકડવા વનવિભાગ દ્વારા પાંજરું મૂકાયું, તળેટી વિસ્તારના લોકોમાં ફફડાટ

ઇડરના વસાઈ અને ઝુમસરની સીમના જંગલ વિસ્તારમાં રાત્રે દીપડો દેખાતાં વાહનચાલકે દીપડાને મોબાઈલમાં કેદ કર્યો હતો. રોડ ઉપર ચાલતા ચાલતા દીપડો જંગલ તરફ જતો રહ્યો હતો. દીપડો દેખાયાના સમાચાર મળતાં ડુંગરની તળેટીની આજુબાજુ જમીનવાળા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

ઇડર ફોરેસ્ટ અધિકારી ગોપાલ ભાઈએ જણાવ્યું કે વસાઈ અને ઝુમસરની સીમમાં જંગલ વિસ્તારમાંદીપડો રહે છે અને દીપડા દેખાયા ના સમાચાર મળ્યા હતા. જેથી દીપડો દેખાયેલ જગ્યાએ પાંજરું મુકવામાં આવ્યું હતું. જંગલ વિસ્તાર વધારે હોવાથી દીપડો રહે છે.

અન્ય સમાચારો પણ છે...