અકસ્માત:બડોલી પેટ્રોલપંપ પાસે રોડ ક્રોસ કરતાં આધેડનું કારની ટક્કરે મોત

ઇડરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇડરના બડોલી પેટ્રોલપંપ પાસે રોડ ક્રોસ કરતાં આધેડને ભિલોડા બાજુથી આવી રહેલ કારે ટક્કર મારતાં કપાળના ભાગે ગંભીર ઇજાઓ થતાં સિવિલમાં સારવાર અર્થે લઈ જવા દરમિયાન મોત થતાં ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. મંગળવારે સાંજના સુમારે બડોલી પેટ્રોલપંપ પર પાણી પી પરત આવી રહેલ ડ્રાયવર લક્ષ્મણસિંહ જગતસિંહ ચૌહાણ (55) રહે.લીખી તા. હિંમતનગરને ભિલોડા બાજુથી આવી રહેલ કારે રોડ ક્રોસ કરવા દરમિયાન ટક્કર મારતાં રોડ પર પટકાતાં કપાળના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી.

કારચાલક ટક્કર મારી કાર લઇ ફરાર થઈ ગયો હતો. દરમિયાનમાં સાથી ડ્રાયવર અરવિંદભાઈ ઠાકોર અને ચંદનસિંહ બાલુસિંહ ચૌહાણ સહિત લોકો આવી પહોંચતા 108 ને જાણ કરી ઇડર સવિલમાં સારવાર અર્થે લઈ જવાતાં ડોકટરે મૃત જાહેર કરતાં ઇડર પોલીસ સ્ટેશનમાં ચંદનસિંહ બાલુસિંહ ચૌહાણે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરાર સફેદ રંગની અજાણી કારના ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...