તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લવજેહાદ:ઝારખંડનો પરિણીત યુવક ઇડર ડેપોમાંથી પકડાયો

ઇડર25 દિવસ પહેલા
 • કૉપી લિંક
ઇડર બસ સ્ટેશન પાસેથી અમદાવાદના યુવકને ઝડપ્યો હતો. - Divya Bhaskar
ઇડર બસ સ્ટેશન પાસેથી અમદાવાદના યુવકને ઝડપ્યો હતો.
 • મૂળ ઝારખંડનો અને અમદાવાદના જુહાપુરામાં હોટલમાં નોકરી કરતા યુવકને છટકું ગોઠવી ઇડર મળવા માટે બોલાવ્યો હતો
 • હિન્દુ નામ ધારણ કરી પરિચય કેળવ્યો હતો , વડાલીની યુવતી સાથે સોશિયલ મિડીયા પર પરિચય કરતાં પરિવારને જાણ કરતાં પોલીસ-હિન્દુ સંગઠનોએ પકડ્યો

ઇડરમાં લવજેહાદનો મામલો બહાર આવતાં ચકચાર મચી ગઇ છે. ઇડર બસ સ્ટેશનમાં ઇડર હિન્દુ સંગઠન અને પોલીસે મૂળ ઝારખંડના પણ અમદાવાદમાં એક હોટલમાં નોકરી કરતા પરિણીત મુસ્લિમ યુવકને ઝડપી લીધો હતો. યુવક હિન્દુ નામ ધારણ કરીને વડાલીની યુવતીને સોશિયલ મીડિયા પર પરિચય કેળવતાં યુવતીએ પરિવારને સમગ્ર ઘટનાની વાતની જાણ કરી હતી. પોલીસે યુવતીની ફરિયાદના આધારે વિધર્મી યુવક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.વડાલીની હિન્દુ યુવતીને ફસાવવાનો પરણિત વિધર્મી યુવકનો પ્રયાસ યુવતીની સતર્કતા તથા હિન્દુ સંગઠન અને પોલીસે નાકામયાબ બનાવ્યો છે.

યુવતી સાથે હિન્દુ યુવકનું ખોટું નામ ધારણ કરી સોશિયલ મિડિયાના માધ્યમથી પરિચય કેળવ્યા બાદ મંગળવારે યુવતીનું અપહરણ કરી જવાના આશયે ઈડર આવેલ યુવક આબાદ રીતે પોલીસના સકંજામાં આવી જતા યુવકની મંછા અધૂરી રહી ગઈ હતી. સોશિયલ મીડિયા પર સતત વ્યસ્ત રહેતી યુવતીઓના વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જાણવા મળતી વિગત અનુસાર વડાલીની યુવતી ગત જાન્યુઆરી માસમાં સોશિયલ મીડિયાના માધ્યમથી રાહુલ નામના યુવકના પરિચયમાં આવી હતી.

સોશિયલ મીડિયા પર રાહુલ નામ ધારી આ યુવક હકીકતમાં ઝારખંડનો અફસર અન્સારી હોવાની વાતથી અજાણ યુવતી વોટ્સએપ પર વાતચીત કરવા લાગી હતી. યુવતીને વાતોમાં ભોળવી પરણિત યુવકે યુવતીને ફસાવવાના તમામ દાવ અજમાવી દીધા હતા. જેમાં યુવકે ફેંકેલ જાળમાં ફસાવવાની તૈયારી હતી. ત્યાં જ યુવતીને ખ્યાલ આવી ગયો હતો કે સોશિયલ મીડિયા પર રાહુલ નામધારી યુવક વિધર્મી છે અને ખોટી રીતે લોભ લાલચ દમદાટી આપી ભરમાવી રહ્યો છે.

બાદમાં આ ઘટના અંગે યુવતીએ તેના પરિવારને જાણ કરતાં યુવતીના પરિજનોએ બજરંગ દળ અને પોલીસનો સંપર્ક કર્યો હતો. જેમાં યુવતી મારફતે છટકું ગોઠવી હાલમાં અમદાવાદ જુહાપુરા સ્થિત હોટલમાં નોકરી કરતા અફસર અંસારીને મળવા માટે ઈડર બોલાવ્યો હતો.

મંગળવારે અમદાવાદથી અંબાજી બસમાં ઈડર આવેલ યુવકને બસ મથકમાંથી બજરંગદળના કાર્યકરો અને પોલીસે દબોચી લીધો હતો. પોલીસ મથકે પૂછપરછ હાથ ધરતાં યુવકનું સાચું નામ તથા તે પરણિત હોવાનું બહાર આવ્યું હતું. યુવતીને લઈને ઝારખંડ જવાની કબૂલાત કરી હતી. ઘટના અંગે પોલીસે યુવતીની ફરિયાદના આધારે યુવક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

"રાહુલ' નામ ધારણ કરી યુવતી સાથે પરિચય કેળવ્યો
યુવતીને ખ્યાલ આવી ગયો હતો કે સોશિયલ મીડિયા પર રાહુલ નામધારી યુવક વિધર્મી છે અને ખોટી રીતે લોભ લાલચ દમદાટી આપી ભરમાવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો