તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બાનું આપી સ્કોર્પિયો લઇ બાકીની રકમ ના આપી છેતરપિંડી આચરનાર કોલવડાના શખ્સ સામે ગુનો

ઇડર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈડરની ઓટો કન્સલ્ટના માલિકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

ગાંધીનગર તાલુકાના શખ્સે બાના પેટે રૂ. 1 લાખ આપી સ્કોર્પિયો વેચાણે લઈ અને બાકી રકમ પટે આપલો ચેક ચેક રિટર્ન થતા ઈડરની રાધે ઓટો કન્સલ્ટના માલિકે ઇડર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બારેલા તળાવ પાસે વડાલી તાલુકાના વાસણા ગામના જીગરભાઈ રમેશભાઈ પટેલ રાધે ઓટો કન્સલ્ટ નામની દુકાનમા ગાડીઓની લેવેચ કરે છે તા.24 મેના રોજ ગાંધીનગરના કોલવડા ગામના ઉપેન્દ્રભાઈ ઉર્ફે આનંદકુમાર નટરાવલાલ ઉપાધ્યાયએ જીજે-31-એ-5121 નંબરની સ્કોર્પિયો ગાડી રૂ.6,47,500 ગાડીની કિંમત નક્કી કરી હતી અને રૂ.300નો સ્ટેમ્પ નોટરી કરીને કર્યો હતો.

જેમાં બાના પેટે 1 લાખ આપ્યા હતા તથા એક અઠવાડિયા બાદ રૂ.1 લાખ રોકડા આપી ગયા હતા. તા. 17 જૂનને ઓફિસમાં કામ કરતા સમીરભાઇ અને જીગર ભાઈ અમદાવાદ ખાતે ઉપેન્દ્રભાઇની ફેમિલી મોટર્સની ઓફિસે જતાં સમીરભાઇના નામનો બાકી રકમનો રૂ.4,47,500નો ચેક આપ્યો હતો ચેક રિટન થયો થતા જીગરભાઈએ ઉપેન્દ્રભાઈને ચેક રિટર્ન થયો હોવાની ટેલિફોન કરી જાણ કરી હતી અને પૈસા માંગતા પૈસા આપી દેશું તેવું કહ્યું હતું પરંતુ પૈસા આજદિન સુધી ન આપતા જીગરભાઈએ ઇડર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...