તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ઇડરના રાણી તળાવ નજીક કારમાં આગ લાગતાં ખાખ, અંદર બેઠેલા પરિવારના 8 સભ્યોનો બચાવ

ઇડર6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇડરના દલજીતપુરાના પટેલ રાજેશકુમાર વાલજીભાઇ પોતાની મારુતિ 800 નં. જી. જે 1એચ.જી 4173 લઇ શિવરાત્રી નિમિત્તે પરિવારના 8 સભ્યો કાકલેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી દલજીતપુરા જઈ રહ્યા હતા. ત્યારે ઈડર રાણી તળાવ પાસે પાણી પીવા ગાડી ઉભી રાખી હતી.

ત્યારબાદ 200 મીટર આગળ જતાં લારી લઈ ઉભેલા શખ્સે આગ લાગવાની બુમ પાડતાં ગાડીમાં બેઠેલા પરિવાર ના સભ્યો ગાડીમાંથી ઉતરી ગયા હતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. ગાડી માલિકે જણાવ્યું કે ગાડીમાં શોટસર્કિટથી આગ લાગી હોય તેમજ ગાડીમાં લગાવેલ સીએનજી કીટમાં અચાનક આગ પકડી લીધી હતી. અંદર બેઠેલા પરિવારના 8 સભ્યોનો બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...