તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રીંછનો હુમલો:વિજયનગર બોર્ડર નજીક યુવક પર રીંછે હુમલો કરતાં 90 ટાંકા આવ્યા; મોઢાનો ભાગ ફાડી ખાધો, પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે

ઈડર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
યુવક પર રીંછે હુમલો કરતાં મોઢાનો ભાગ ફાડી ખાવા સહિત હાથ પર ઇજાઓ કરતાં સારવાર અર્થે ઇડર હોસ્પિટલમાં લવાયો હતો - Divya Bhaskar
યુવક પર રીંછે હુમલો કરતાં મોઢાનો ભાગ ફાડી ખાવા સહિત હાથ પર ઇજાઓ કરતાં સારવાર અર્થે ઇડર હોસ્પિટલમાં લવાયો હતો
  • રાજસ્થાનના ઝાડોલ તાલુકાના બે યુવકો વિજયનગરની સરહદે લથુની ગામના જંગલમાં બકરાં ચરાવવા ગયા હતા

વિજયનગર બોર્ડર પાસે બકરાં ચરાવવા ગયેલા 33 વર્ષીય રાજસ્થાની યુવક પર બે રીંછ પૈકી એક રીંછે જીવલેણ હુમલો કરતાં મોઢાનો ભાગ ફાડી ખાવા સહિત હાથ અને શરીરે ઇજાઓ કરતાં સારવાર અર્થે ઇડરની ખાનગી હોસ્પિટલમાં લવાયો હતો અને ઇજાઓ એટલી ગંભીર હતી કે 90 ટાંકા લેવા પડ્યા છે. તબીબના જણાવ્યાનુસાર મોઢા પર પ્લાસ્ટિક સર્જરી પણ કરવી પડશે.

રીંછે કાન પકડી મોઢા પર બચકાં ભર્યાં
રાજસ્થાનના ઝાડોલના વિજયનગરની સરહદે આવેલ લથુની ગામના કમલેશભાઈ વોહીયા (33) અને લક્ષ્મણભાઈ હરુભાઈ પરમાર (46) ગુરુવારે સવારે 10 વાગ્યે ગામની નજીક આવેલ જંગલ વિસ્તારમાં બકરા ચરાવવા ગયા હતા બંને એકબીજાથી થોડા દૂર દૂર હતા. ત્યારે લક્ષ્મણભાઈ એ જણાવ્યું કે ઝાડમાંથી અચાનક બે રીંછ બહાર નીકળ્યા હતા જેમાંથી એક રીંછ ભાગી ગયું હતું અને બીજું રીંછ કમલેશભાઈને વળગી પડ્યું હતું અને બંને કાન પકડી લઈ બે પગ પર ઊભુ થઈ ગયું હતું તથા મોઢાના ભાગે, હાથ ઉપર અને શરીરે પંજા મારી તથા બચકાં ભરી ઇજાઓ કરી હતી.કમલેશભાઈ ઉપર હુમલો થયેલો જોતાં લક્ષ્મણભાઈ દોડી આવ્યા હતા અને રીંછને વાંસના લાકડાથી મારી બૂમાબૂમ કરી ભગાડી મૂક્યું હતું. ઇજાગ્રસ્ત કમલેશભાઈને ઘેર લાવી સારવાર અર્થે ઇડર લઈ આવ્યા હતા.

હાલમાં 90 જેટલા ટાંકા લીધા છે
ખાનગી હોસ્પિટલના ડો. આસિત દોશીએ જણાવ્યું કે ગુરુવારે સાંજે છ એક વાગ્યે કમલેશભાઈને લવાયા હતા તેમના શરીરે અને મોઢાના ભાગે છે રીંછે ઇજાઓ કરી હતી મોઢાનો ભાગ ફાડી ખાધો હોય તેવું છે. હાલમાં 90 જેટલા ટાંકા લીધા છે અને મોઢાના ભાગે પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે.

અન્ય સમાચારો પણ છે...