રિમાન્ડ:વન્યજીવોની તસ્કરીમાં ઝડપાયેલા 8 ને જામીન, 3 ના ના મંજૂર કરાયા

ઇડર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાબરકાંઠામાં વન્ય જીવોની તસ્કરીમાં ઝડપાયેલા 11 આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ પૂરા થતાં ફરી કોર્ટમાં રજૂ કરાયા, હજુ વધુ નામો બહાર આવવાની શક્યતા

ગાંધીનગર પ્રાણી નિવારણ સંસ્થા, સંરક્ષણ ક્રાઇમ સેલ ગાંધીનગર દ્વારા આંતરરાજ્ય વન્ય જીવોની તસ્કરીનો પર્દફાશ કરાતાં 11 આરોપીઓને ઝડપી ઇડર કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારબાદ સાબરકાંઠા વન વિભાગ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ પૂરા થયા બાદ ફરી આરોપીઓને ઇડર કોર્ટમાં લવાતા કોર્ટ દ્વારા 8 આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા અને 3 આરોપીઓના જામીન ના મંજૂર કર્યા હતા. અન્ય પાંચ પકડાયેલ આરોપીઓનો કોરોના રિપોર્ટ કરાયા પછી કોર્ટમાં રજૂ કરતાં એક દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.  તપાસ દરમ્યાન ઘણા નામ બહાર આવે તેમ છે. 

આ પાંચને એક દિવસના રિમાન્ડ
મનોજભાઈ મોતીભાઈ, નિતેશકુમાર કેશાભાઈ, જેતાવત ઋતુરાજ મહેન્દ્રસિંહ, ચૌહાણ રામસિંહ દીપસિંહ, નરસિંહ ભાઈ મગનભાઈ  

ત્રણ આરોપીઓના જામીન ના મંજૂર
દલપત રામાભાઈ ઠાકરડા, જગદીશભાઈ કોદરભાઈ પટેલ, સુરસંગ દલાજી ઠાકોર

અન્ય સમાચારો પણ છે...