ઉજવણી:સાબરકાંઠા જિલ્લાકક્ષાનો 72 મો વન મહોત્સવ SRP કેમ્પ-6 મુડેટીમાં યોજાયો

ઇડર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્વૈચ્છીક સંસ્થાઓને કામગીરી બદલ પ્રમાણપત્રથી સન્માનિત કરાયાં

સાબરકાંઠા જિલ્લા કક્ષાનો 72મો વન મહોત્સવ ઇડરના મુડેટીના એસ.આર.પી.એફ. કેમ્પ-6માં સાંસદ દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં યોજાયો હતો. ઇડરના ધારાસભ્ય હિતુભાઇ કનોડીયાએ જણાવ્યું કે, કોરોના કાળમાં આપણ સૌને ઓક્સિજનની અછત અને વૃક્ષોનું મહત્વ સમજાયું છે. સામાજીક વનીકરણના નાયબ વનસંરક્ષક કે.પી.ચાવડાએ જિલ્લામાં 32 લાખ 60 હજાર રોપાઓનું વિતરણ કરાશે. વનવિભાગના કર્મીઓએ ઉત્તમ કામગીરી કરવા બદલ પ્રમાણપત્ર, ટ્રોફિ આપી સન્માનિત કરાયા હતા તથા સ્વસહાય બહેનોનું સન્માન કરાયુ હતું અને બહેનોને નિર્ધૂમ ચૂલાની સગડી અપર્ણ કરાઇ હતી.

અને કેમ્પમાં વૃક્ષારોપણ તથા ડ્રોન દ્વારા સીડનું વાવેતર કરાયું હતું.જેમાં ઇડર તાલુકા પંચાયતના પ્રમુખ હર્ષાબેન વણકર, જિલ્લા વિકાસ અધિકારી નીતિનભાઈ સાંગવાન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ડામોર, પ્રાંત અધિકારી એસ એન પરીખ, મામલતદાર એચ વી કોદરવી,તાલુકા વિકાસ અધિકારી સંગઠનના અગ્રણી પ્રેમલભાઇ દેસાઇ, એન.સી.સી કમાન્ડર સહિત ગ્રામજનોએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...