તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી:ઇડર નાગરિક બેન્કની ચૂંટણીમાં વિકાસ પેનલના 7, પરિવર્તન પેનલના 5 અને બેન્ક બચાવો પેનલના 1 ઉમેદવારનો વિજય

ઇડર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેન્કના 13 ડિરેક્ટરોની ચૂંટણી માટે 32 ઉમેદવારો વચ્ચે શનિવારે સાંજે મતદાન થયું હતું

ઇડર નાગરિક બેન્કના 13 ડિરેક્ટરો માટે યોજાયેલ શનિવારે 32 ઉમેદવારો વચ્ચે યોજાયેલ ચૂંટણીમાં વિકાસ પેનલના 7, પરિવર્તન પેનલના 5 અને બેન્ક બચાવો પેનલમાંથી 1 નો વિજય થયો હતો. ઇડર નાગરિક બેન્કના 13 ડિરેક્ટરના પદ માટે 32 ઉમેદવારો વચ્ચે શનિવારે વહેલી સવારે 7:00 થી સાંજના 6 વાગ્યાથી ઇડર પ્રતાપ હાઇસ્કૂલ અને સી.કે ગર્લ્સ સ્કૂલમાં નાગરિક બેન્કના સભાસદોએ મતદાન કર્યું હતું.

સાંજના 8 પછી મતદાન બુથ ગણતરી શરૂ કરાઇ હતી. રાત્રે 11 વાગે ચૂંટણી અધિકારીએ વિકાસ પેનલના 7 ઉમેદવારો ડિરેક્ટરો તરીકે ચૂંટાયા હતા, પરિવર્તન પેનલના 5 ઉમેદવારોના નામ ડિરેક્ટરો તરીકે જાહેર કર્યા હતા, તેમજ બેંક બચાવો પેનલમાંથી 1 ઉમેદવારનું ડિરેક્ટર તરીકે નામ જાહેર કર્યા હતા.

વિકાસ પેનલના ડિરેક્ટરો મેળવેલ મત
1. જયસિંહ રાધાકિશન તંવર4267
2. ચિરાગકુમાર સુરેશચંદ્ર ગાંધી3047
3. કૃષ્ણકાંત ગિરધારીલાલ સોની3148
4. જયેન્દ્રસિંહ ટોડરમલ ચૌહાણ3179
5. મહાવીરકુમાર શાંતિલાલ દોશી3672
6. પ્રીતિબેન પૃથ્વીરાજ પટેલ4401
7. મુકેશભાઈ ધુળાભાઈ સોલંકી2999
પરિવર્તન પેનલના ડિરેક્ટરોમેળવેલ મત
1. કુલદીપ સિંહ જાડેજા3622
2. પિકેશ મહેન્દ્રભાઈ શાહ3065
3. તુષાર સેવંતીલાલ મહેતા3173
4. પ્રફુલભાઇ કસ્તુરચંદ સુથાર3065
5. મનિષાબેન જીગ્નેશભાઇ પંડ્યા3598

​​​

બેન્ક બચાવો પેનલ ડિરેક્ટર મેળવેલ મત
1 ડો.હરીશભાઇ અર્જુનસિંહ ગુર્જર3230
અન્ય સમાચારો પણ છે...