તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઈડરના રમલેશ્વર તળાવ પાસેથી 4 જુગારી ઝડપાયા

ઇડર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોકડ,2 મોબાઈલ,એક્ટિવા સહિત 93500નો મુદ્દામાલ જપ્ત

ઇડરના રમલેશ્વર તળાવ પાસે આવેલ ઝાડી ઝાંખરામાં જુગાર રમતાં 4 જુગારીઓને એલસીબીએ રૂ. 93500ના મુદામાલ સાથે ઝડપી પાડી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પી.આઈ.એમ ડી.ચંપાવતની સૂચના અને માર્ગ દર્શન હેઠળ પી. એસ. આઈ જે. પી.રાવ અને સ્ટાફના માણસો ઈડર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળી કે ઈડરના રમલેશ્વર તળાવ પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો જુગાર રમે છ.

એલસીબીએ રેડ પાડી જુગાર રમતાં જગદીશભાઈ ડાહ્યાભાઇ કોદરભાઈ દેવીપૂજક, જગદીશભાઈ ડાહ્યાભાઇ પૂંજાભાઈ દેવીપૂજક (બંને રહે.રેલવે સ્ટેશન ઈડર) સુરેશભાઈ મથુરભાઈ ઠાકોર (રહે. રમલેશ્વર તળાવ ઈડર) અને પોપટજી લક્ષ્મણજી ઠાકોર (રહે. રમલેશ્વર તળાવની પાળ ઈડર)ને રૂ. 8500, બે મોબાઈલ અને એક્ટિવા મળી કુલ કિ.રૂ. 93,500ના મુદ્દામાલ સાથે જપ્ત કરી ચારેય વિરુદ્ધ જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...