ધરપકડ:ઇડરના વેરાબરમાં કાકાનું ટ્રેક્ટર ચોરનાર ભત્રીજા સહિત 3 ઝબ્બે

ઇડર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇડર પોલીસે મોબાઈલ લોકેશનના આધારે દબોચી લીધા

ઇડરના વેરાબરમાં સુરેશભાઈ કૃષ્ણલાલ પંડ્યાએ ટ્રેક્ટર નં. જી.જે-09-એ.એફ-8498 ઘરની બાજુમાં આવેલાં શેડ નીચે પાર્ક કરી મૂક્યું હતું. જેની 20 સપ્ટેમ્બરના રોજ ચોરી થયાની ફરિયાદ ઇડર પોલીસમાં નોંધાવતાં પોલીસે ટ્રેક્ટર ચોરીના ગુનામાં ટ્રેક્ટરના માલિકના ભત્રીજા સહિત 3 ની ધરપકડ કરી હતી.

ઇડર પીઆઈ જે.એ. રાઠવાની સૂચના આધારે પોલીસ સ્ટાફના પિયુષભાઇ, હિરેનભાઈ અને જ્યંતિભાઈએ આ ફરિયાદના અનુસંધાને તપાસ કરતાં ફોન ડિટેલ અને લોકેશન આધારે વેરાબરના સાવનકુમાર ત્રિકમભાઈ રાવળને પકડી પૂછપરછ કરતાં સુરેશભાઈ કૃષ્ણલાલ પંડ્યાના ભત્રીજા મિલાપભાઇ પ્રદીપભાઈ પંડ્યા અને રવિકુમાર કાનજીભાઇ ખરાડીએ કબૂલાત કરી હતી કે 20 સપ્ટેમ્બરની રાત્રે ત્રણેય જણાં ટ્રેક્ટરની ચોરી માટે ગયા હતા. જેમાં મદદગારીમાં સાવન નામના શખ્સને રૂ.3000 આપવાના મિલાપે કહ્યુ હતું.

જેમાં મિલાપભાઈ પ્રદીપભાઈ પંડ્યા ગામમાં વાઘામાંથી ટ્રેક્ટર ચાલુ કરીને હિંમતનગર સુધી લઈ ગયા હતા હિંમતનગરથી ડાલુ ભાડે કરીને ભાવનગરના સિહોર પાસે આવેલ નખેડા ચોકડી પર ટ્રેક્ટર ઉતાર્યું હતું. મિલાપભાઈએ પોતાના સંબંધીને ત્યાં ટ્રેક્ટર લઈ ગયા હતા અને ભાડાના કામકાજ માટે ટ્રેક્ટર ચલાવવા લાવ્યો છું હોવાનું જણાવ્યું હતું. પોલીસે તપાસ દરમિયાન મોબાઈલ લોકેશન આધારે શક જતાં પોલીસે ત્રણેયને દબોચી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...