તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી આફત:ઇડરમાં છેલ્લા 15 દિવસમાં મ્યુકરમાયકોસિસના 21 કેસ

ઇડર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
દર્દીઓને હોસ્પિટલમાં સારવાર અાપવામાં આવી રહી છે. - Divya Bhaskar
દર્દીઓને હોસ્પિટલમાં સારવાર અાપવામાં આવી રહી છે.
  • પ્રથમ લહેરમાં મ્યુકરમાયકોસિસના 15 કેસ નોંધાયા હતા

ઇડરના દામોદર વિસ્તારમાં ડોક્ટર હાઉસમાં આવેલ મધુર હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેરમાં મ્યુકરમાયકોસિસના 21 કેસ છેલ્લા 15 દિવસમાં નોંધાતા ફફડાટ ફેલાયો છે. કોરોનાની પ્રથમ લહેરમાં મ્યુકરમાયકોસિસના આ હોસ્પિટલમાં 15 કેસ નોંધાયા હતા. ઇડરની મધુર હોસ્પિટલના ઇએનટી સર્જન ડો. મહેશભાઈ સુથારે જણાવ્યું કોરોનાની પહેલી લહેરમાં મ્યુકરમાયકોસિસના 15 કેસ સામે આવ્યા હતા. જેમાં 5ના ઓપરેશન કર્યા હતા. પરંતુ કોરોનાની બીજી લહેરમાં 21 જેટલાં દર્દીઓ માત્ર 15 દિવસમાં આવ્યા છે જેમાં ઘણા ખરા દર્દીઓની સારવાર કરી છે. બાકીના દર્દીઓને વધુ સારવાર માટે આગળ રીફર કર્યા છે. જો મ્યુકરમાયકોસિસની શરૂઆતના સ્ટેજ પર સારવાર થઈ જાય તો આ બીમારી મટી જાય છે. સમયસર સારવાર મળી જાય તો દર્દીઓ સારા થઈ જાય છે. લક્ષણો દેખાતાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ. મ્યુકરમાયકોસિસ કે જેને બ્લેક ફંગસ નામથી પણ ઓળખાય છે. આ બીમારી નાક, આંખોની સાથે સાથે મગજના કોષોને પણ નુકસાન કરી શકે છે. જો સમયસર સારવાર ન કરાય તો અંધાપો પણ આવી શકે છે.

રોગનાં લક્ષણો
નાકમાં બળતરા થવી
ગાલ સુનોસુનો લાગવો
નાકમાંથી લોહી સુકાઈ ગયેલા પોપડા નીકળવા
આંખમાં અસહ્યદુખાવો
દાંતમાં અસહ્ય દુખાવો
માથાનો અસહ્ય દુખાવો

અન્ય સમાચારો પણ છે...