તસ્કરી:ઈડર શહેરમાં ટાઇલ્સ શો રૂમના પાછળના દરવાજાનો નકૂચો તોડી 1.67 લાખની ચોરી

ઇડરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચોરો કિંમતી નળ સહિત પ્લમ્બીંગનો સામાન ઉઠાવી ગયા

ઇડર રેલવે સ્ટેશન આગળ આવેલ પાર્થ સ્ટાઇલ નામના શોરૂમના પાછળના ભાગનો દરવાજો તોડી પ્લમ્બીંગના સામાનની રૂ. 1,67,604 ની ચોરીની ફરિયાદ ઇડર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પાર્થ ટાઇલ્સ નામની દુકાનમાં દુકાન માલિક બુધવારે કામ પૂરું કરી સાંજના છ વાગ્યાના સુમારે શો રૂમ બંધ કરી ઘરે ગયા હતા. જ્યારે ગુરૂવાર સવારે પાર્થ ટાઇલ્સના શો રૂમમાં આવેલ અને અહીં કામ કરતા માણસો સાફસફાઈ કરતા હતા તે દરમ્યાન પાછળના ભાગનો દરવાજો ખૂલ્લો હતો અને દરવાજાનો નકુચો તૂટેલ હોવાી જાણ થતાં શો રૂમના પાછળના ભાગે આવેલ પ્લમબીંગના રૂમનો દરવાજો ખૂલ્લો હતો. જેમાં તપાસ કરતાં કિંમતી નળ, વાલ્વ, મિક્ષ્ચર તથા બીજા સમાનના ખોખા ખાલી હતા. જેથી અમારા કંપનીના સામાન શેરા અને જેકવેલ વિદેશી ઈમ્પોર્ટેડ નાહવાના શાવર તેમજ અલગ અલગ ડિઝાઇનના નળ તેમજ પ્લમ્બીંગ નો સામાન કુલ કિં. 1,67,604 ના મુદામાલ નીચોરી થયાની ફરિયાદ ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...