ક્રાઇમ:ઇડર તાલુકાના જાલીયા પાટિયેથી ચાઇનિઝ દોરીની 150 ફીરકી જપ્ત

હિંમતનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 30હજારની મત્તા જપ્ત, દુકાનદાર સામે ગુનો

ઇડર તાલુકાના દેશોતરના જાલીયા પાટિયા પાસે દુકાનમાંથી પ્રતિબંધિત ચાઇનિઝ દોરીની 150 ફિરકી સા.કાં. એસઓજી બાતમીને આધારે રેડ કરી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

એસઓજી સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર પીઆઇ વાય.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.કે. રાઠોડ તથા સ્ટાફ જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી હકીકત અન્વયે દેશોતર ત્રણ રસ્તાથી આગળ જાલીયા પાટિયા ખાતે સૌરભકુમાર ભરતભાઇ પટેલ (રહે. ફીંચોડ તા. ઇડર) ની દુકાનમાં રેડ કરતાં પ્રતિબંધીત ચાઇનિઝ દોરી ફીરકીના 150 નંગ કિ.રૂ. 30 હજાર મળી આવતા સૌરભકુમાર ભરતભાઇ પટેલ સામે જાદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...