તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:ઇડરના જવાનપુરામાં લોનના હપ્તામાં ઉચાપત કરી 69 મહિલાઓ સાથે 1.12 લાખની છેતરપિંડી

ઇડર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અરવલ્લી જિલ્લાના પાંચ ઠગોએ ફાઇનાન્સ ઓફિસ ખોલી ઉચાપત કરી

ઈડરના જવાનપુરામાં અર્બુદા કોમ્પ્લેક્ષમાં સંપદના સ્ફૂર્તિ ફાઇનાન્સ કંપની ગામડાની અને શહેરની મહિલાઓને જરૂરિયાત મુજબ લોન આપતી હતી. જેમાં એજન્ટો દ્વારા મહિલાઓના લોનના હપ્તાની 1.12 લાખની ઉચાપત કરતાં અરવલ્લી જિલ્લાના પાંચ શખ્સો સામે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

જવાનપુર વિસ્તારમાં અર્બુદા કોમ્પ્લેક્ષક ખાતે સંપદના સ્ફૂર્તિ ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા ભાવેશ દિનેશભાઇ ભોઈ(25) રહે.પાલી ખેડા બાલાસિનોર હાલમાં મહાવીરનગર રામનગર હિંમતનગરમાં પાંચ વર્ષથી સંપદના કંપની જે નાનકરામ ગુંડા હૈદરાબાદના તેલંગણામાં છે. જેની ઈડરમાં બ્રાન્ચ ખોલી હતી. ઓફિસ હિંમતનગર દ્વારા ગામડાની અને શહેરની સખી મંડળ મહિલાઓને શરતો આધીન લોન અપાતી અને વસૂલાત માટે ક્રેડિટ આસિસ્ટન્ટની નિમણુંક કરી હતી. લોન લેનાર મહિલાઓના હપ્તા ઉઘરાવી ઈડરમાં જમા કરાવાના હતા.

ફાઇનાન્સ કંપની ઈડર બ્રાન્ચના મેનેજરે સંજયકુમાર પુનાભાઈ પટેલિયા રહે. મુલોજ તા.મોડાસા, કિરણ ભવાનભાઈ બારીયા, ચિરાગ નરેન્દ્રસિંહ ચારણ, જયદીપસિંહ મંદનસિંહ રહેવર અને પરેશકુમાર ઉદયસિંહ ખાંટ વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં 69 મહિલા ગ્રાહકો સાથે લોનના અલગ અલગ તારીખોમાં હપ્તા ઉઘરાવી રૂ. 1,12,456/- ની ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી.

આમની વિરુદ્ધ ફરિયાદ અને ઠગોનો રોલ
ઈડર બ્રાન્ચ ઓફિસના મેનેજર- સંજયકુમાર પુનાભાઈ પટેલિયા.રહે. મુલોજ.તા.મોડાસાએ 5 મહિલાઓના રૂ. 32216/- ની વસુલાત કરી લોનના કોર્ડમાં સહી કરી ઉચાપત કરી, ક્રેડિટ આસિસ્ટન્ટ તરીકે પરેશકુમાર ઉદયસિંહએ 27 મહિલા ગ્રાહકોના રૂ.30 550ની ઉચાપત કરી, ક્રેડિટ આસિસ્ટન્ટ જયદીપસિંહ મંદનસિંહે 7મહિલાઓના રૂ. 8560/-ની ઉચાપત કરી, ક્રેડિટ આસિસ્ટન્ટ ચિરાગ નરેન્દ્રસિંહ ચારણે 10 મહિલા ગ્રાહકોના રૂ. 5630/-ની ઉચાપત કરી અને ક્રેડિટ આસિસ્ટન્ટ કિરણભાઈ ભવાનભાઈ બારીયો 20 મહિલાઓના રૂ. 35500ની ઉચાપત કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો