કાર્યવાહી:ઇડરના વસાઇમાં બાઇક પરથી રૂ 40હજારના દારૂ સાથે 1 ઝબ્બે

ઇડરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાઇક સ્લીપ થતાં દારૂની બોટલ ફૂટતાં કાચ બાઇકસવારની કમરમાં વાગ્યા, ચાલક ફરાર

ઇડરના વસાઇની સીમમાંથી બાઇક પર ખેપ કરવા નીકળેલા બે યુવકો પોલીસને જોઇ જતાં બાઇક ભગાવતાં સ્લીપ થતાં દારૂની બોટલ ફૂટતાં બોટલનો કાચ બાઇકસવાર ના કમરના ભાગે ઘૂસી ગયો હતો. જ્યારે ચાલક ખેતરોમાં ફરાર થઇ ગયો હતો.

ઇડરના વસાઈની સીમમાંથી તસિયા રોડ પર બાઇક પર બે શખ્સો વિદેશી દારૂ લઇ જતા હોવાની બાતમી આધારે પોલીસે વોચ ગોઠવતા દરમિયાન બાઇક નં. આરજે 27 વીએસ 0313 આવતાં પોલીસને જોતાં બાઈકચાલક ભાગવા જતાં બાઈક સ્લીપ થતાં બાઇક પર મૂકેલ દારૂની બોટલ ફૂટતાં પાછળ બેઠેલ દિલીપભાઈને કમરના નીચાના ભાગે બોટલ ફૂટી જવાથી કાચ વાગતાં ઇડર સિવિલમાં સારવાર અર્થે લઇ જવાયો હતો.

દરમિયાન બાઈક ચાલક બીરબલ પ્રકાશ ખેતરોમાં થઇ ફરાર થઈ ગયો હતો. દિલીપભાઈ થાવરાજી ભરાડા રહે. પાટિયા તા. ખેરવાડા ઉદેપુરને પૂછતાં ફરાર બાઈક ચાલકનું નામ બીરબલ પ્રકાશ અસોડા રહે. પાટિયા તા. ખેરવાડા ઉદેપુર પોલીસે 15990 વિદેશી દારૂ અને 25000/-બાઈક એમ કુલ 40990/-ના મુદામાલ જપ્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...