અકસ્માત:શહેરા પાસે છકડો પલટી ખાતાં મહિલાનું મોત નિપજ્યું, 4ને ઇજા

શહેરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરામાં ગોધરા હાઇવે ઉપર આવેલ બાહી ચોકડી પાસેથી પસાર થતાં એક છકડાના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા છકડો પલ્ટી જતા છકડો રોડની સાઈડમાં આવેલ ખાડામાં ખાબક્યો હતો. આ છકડામાં બેસીને દિવાળીના તહેવાર નિમિત્તે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના વેણા ગામનો એક શ્રમજીવી પરિવાર પોતાના વતન જઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જેમાં રેવાબેન પર્વતભાઈ નાયકા (ઉ.45)ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે છકડા બેઠેલ ત્રણથી ચારને ઈજા પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...