કાર્યવાહી:શહેરાથી 16 કિલો ગૌમાંસના જથ્થા સાથે મહિલા ઝડપાઇ

શહેરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાને શહેરા પોલીસ મથકે લાવી કાર્યવાહી હાથ ધરાઈ

શહેરા શહેર વિસ્તારના હે.કો પ્રકાશ બારીઆ અન્ય પોલીસ કર્મીઓ સાથે 2 મેના રોજ પેટ્રોલિંગમાં હતા. દરમિયાનમાં તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સ્ત્રી શહેરા બસ મથકની અંદર ગૌમાંસની તસ્કરી કરી લઈ જનાર છે. આથી આ બાબતની જાણકારી શહેરા પોલીસ ઈન્સ્પેકટર રાહુલ રાજપૂતને આપતા તેઓના માર્ગદર્શન હેઠળ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક બસ મથક વિસ્તારમાં પહોંચી એક સ્ત્રી શંકાસ્પદ હાલતમાં કાપડના એક થેલા સાથે બેઠલી જોવા મળી હતી.

જે પોલીસને જોતા ભાગવા જતા પોલીસે કોર્ડન કરી તેને વુમન કોન્સ્ટેબલે પૂછપરછ કરતા તેણીએ તેનું નામ સાબેરાબીબી રફીક ચુચલા ઉ.વ.56 રહે ગુહ્યા મહોલ્લા ગોધરા જણાવ્યું હતું. જોકે બનાવના પગલે લોકોના ટોળા બસમથક વિસ્તારની અંદર ભેગા થતા કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન બગડે એ માટે તેને શહેરા પોલીસ મથકે લાવી આગળની વધુ પૂછપરછ કરતા ગૌમાંસ ક્યાંથી લાવ્યા તે બાબતે ગલ્લા તલ્લા કરવા લાગી હતી. ત્યાર બાદ ગૌમાંસ હોવાની શક્યતાના પગલે તેનું વજન કરાવતા 16 કિલો જેટલું ગૌમાંસ થયું હતું અને વેટરનીટી તબીબને જાણ કરતા તેઓ આવી પહોંચ્યા હતા.

તેની એફએસએલની તપાસ અર્થે સેમ્પલ સુરત મોકલી આપવા માટે પેક કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રૂા.3520નો મુદ્દામાલ પોલીસે સરકારી ગૌચર જમીનમાં નાસ કર્યો હતો. આ માંસનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો છે તે દિશામાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...