તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરુણાંતિકા:સારડીયામાં દારૂ ભરેલી જીપની અડફેટે બે સાઢુભાઇઓના મોત

શહેરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
શહેરના સારડીયા ગામે દારૂ ભરેલી ગાડીએ બેને અડફેટે લેતાં ગામજનોએ અકસ્માત કરનાર ચાલકને પકડી પાડયો. - Divya Bhaskar
શહેરના સારડીયા ગામે દારૂ ભરેલી ગાડીએ બેને અડફેટે લેતાં ગામજનોએ અકસ્માત કરનાર ચાલકને પકડી પાડયો.
 • જીપમાંથી રૂા.70 હજાર ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપાયો
 • શહેરા પોલીસે જીપ ચાલક બૂટલેગરની અટકાયત કરી

ગોધરાના ધોળી ગામનાં નાળિયેરી ફળિયામાં રહેતા મહેન્દ્ર બારીયાએ દાહોદના સંજેલી તાલુકાનાં નેનકી ગામનાં દિનેશ ખાટ પાસેથી દેશી બનાવટના વિદેશી દારૂ બિયરનો જથ્થો મંગાવ્યો હતો. એક કલુઝર ગાડી માં આ જથ્થો શહેરા તાલુકાના ઊંડારા પાસે આવેલા આબલિયાત પુલ પાસે આપી ગયો હતો. જે કલુઝર ગાડી આરોપી બૂટલેગર મહેન્દ્ર બારીયા પુરઝડપે હકારીને શહેરાના સારડીયા ગામે પસાર થતાં ગાડીઅે એક્ટિવા અને બે સાઢુંભાઇઅો સ્વરૂપસિંહ કાળુભાઇ બારીઅા અને અભેસિંહ દિપસિંહને અડફેટે લઇ ગાડી રોડની સાઇડ પર ઉતારી દીધી હતી.

અકસ્માતમાં બંને સાઢુભાઇઅોને ગંભીર ઈજાઓ પહોચતાં તેમને ગોધરા અને શહેરા દવાખાને લઈ જતાં હતા ત્યારે રસ્તામાં જ તેમનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. જ્યારે કલુઝરના ચાલક મહેન્દ્ર બારીયાને ગ્રામજનોએ ઝડપી શહેરા પોલીસ મથકે જાણ કરતાં પીઆઈ નકુમ તેમજ સ્ટાફે કલુઝર ગાડીના ચાલકને હીરાસતમાં લીધો હતો. તેમજ ગાડીમાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂ બિયરની વિવિધ બનાવટના કુલ નંગ 624 કિ.રૂ.70,032 અને કલુઝર ગાડીની કિ.રૂ.3 લાખ 50 હજાર મળી કુલ 4.20 લાખનો મુદ્દામાલ કબજે લઈ આરોપીને શહેરા પોલીસ લાવી જેલમાં મોકલી આપ્યો હતો. જ્યારે સંજેલીના નેનકીના દિનેશને પકડવા તપાસ હાથ ધરી છે. બંને મૃતદેહને પીએમ અર્થે મોકલી અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો